મુંબઈકરોની આતુરતાનો આવશે અંત.. આગામી મહિનાની આ તારીખે સીએમ ઉદ્ધવ ઠાકરે કરશે મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન; જાણો કેટલું હશે ભાડું

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 મરાઠી નવા વર્ષ નિમિત્તે મુંબઈકરોને એક મોટી ભેટ મળશે. પૂર્વ-પશ્ચિમ મુંબઈ મેટ્રો વન કોરિડોર મળ્યાના લગભગ 8 વર્ષ પછી, શહેરને વધુ બે લાઇન મળશે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બહુપ્રતિક્ષિત 7 અને 2A મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન ગુડીપડવાના શુભ અવસરે કરવામાં આવશે. જે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે.  હવે બે નવી લાઇન થયા બાદ મુંબઈવાસીઓને ટ્રાફિકમાંથી છુટકારો મળશે. મેટ્રો 7 અને 2A રૂટનો પ્રથમ તબક્કો 20 કિલોમીટરના રૂટથી શરૂ થશે. ત્યાર બાદ આ રૂટના બીજા તબક્કામાં 15 કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડાવવામાં આવશે. કેટલાક મેટ્રો સ્ટેશન પર કામ હજુ અધુરુ છે. આ કામો અને જરૂરી પરવાનગી મળ્યા બાદ મેટ્રોનો બીજો તબક્કો શરૂ થશે. મુંબઈ મેટ્રો 7નું લઘુત્તમ ભાડું 10 રૂપિયા અને મહત્તમ 80 રૂપિયા હશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસ પણ શરૂ કરશે પોતાનો સ્ટોર. વેચશે કપડા, ટોપી અને પરફ્યુમ જેવો સામાન; જમા થનારા ભંડોળમાથી કરશે આ કામ..જાણો વિગતે

'મેટ્રો 2A' અને 'મેટ્રો 7'ના પ્રથમ તબક્કા માટે કુલ 10 મેટ્રો ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવશે. આ વાહનોનું ટેસ્ટિંગ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. તેથી હવે આ વાહનોની સુરક્ષા પરિક્ષણ પૂર્ણ થઈ ગયું છે. એટલે કે આ ટ્રેનો પેસેન્જર ક્ષમતા સાથે દોડવા માટે તૈયાર છે. બીજી તરફ પ્રથમ તબક્કામાં મેટ્રોના સંચાલનની જવાબદારી એક અલગ બોડીને સોંપવામાં આવી છે. MMRDA સંચાલિત મિકેનિઝમે જરૂરી માનવબળ પૂરું પાડ્યું છે અને હવે તેઓ સ્ટાફ સેવા આપવા તૈયાર છે.

મેટ્રો 2A 18.5 કિમી લાંબી છે. દહિસર પશ્ચિમથી ડીએન નગર સ્ટેશન સુધી મેટ્રો 2A રૂટ હશે. આ રૂટમાં દહિસર પૂર્વ, અપર દહિસર,કાંદરપાડા, મંડપેશ્વર, એકસર, બોરીવલી (પશ્ચિમ), શિમ્પોલી, કાંદિવલી (પશ્ચિમ), દહાણુકરવાડી, વલનાઈ, મલાડ (પશ્ચિમ), લોઅર મલાડ, પહાડી ગોરેગાંવ, ગોરેગાંવ (પશ્ચિમ), ઓશિવારા, લોઅર ઓશિવારા અને ડીએન નગર જેવા સ્ટેશનો સમાવેશ થાય છે. તો મેટ્રો-7 રૂટ પર 14 સ્ટેશન હશે. જેમાં દહિસર પૂર્વ, ઓવરીપાડા, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, દેવીપાડા, માગાઠાણે, પોઇસર, આક્રુલી, કુરાર, દિંડોશી, આરે, ગોરેગાંવ પૂર્વ (મહાનંદ ડેરી), જોગેશ્વરી પૂર્વ (JVLR જંકશન), શંકરવાડી, ગુંદવાલી (અંધેરી પૂર્વ)નો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભીડભાડવાળા 19 સ્ટેશનો પર બાંધવામાં આવશે એક માળાના સ્ટેશન, સરકાર ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment