News Continuous Bureau | Mumbai
મુંબઈને શહેરના પશ્ચિમ ઉપનગરોમાં મુસાફરી કરતા લોકોની અવરજવરને સરળ બનાવવા માટે બીજી મેટ્રો લાઇન મળશે. ઘાટકોપર-અંધેરી-વર્સોવાને જોડતો કોરિડોર – શહેરને તેનો પ્રથમ એલિવેટેડ મેટ્રો રૂટ મળ્યાના લગભગ આઠ વર્ષ બાદ વધુ બે રૂટ આજથી કાર્યરત થવા જઈ રહ્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરે આજે, ગુડી પડવા (મરાઠી નવું વર્ષ)ના અવસરે આજે સાંજે લગભગ 4 વાગ્યે મુંબઈ મેટ્રોની બે નવી લાઇનના રૂટોનું ઉદ્ઘાટન કરશે.
મેટ્રો-2એ અને મેટ્રો-7 આ બે લાઇન પર દરરોજ 150 ફેરી મેટ્રોની દોડાવવામાં આવશે. તેમ જ મહિલાઓ માટે ખાસ અલાયદો ડબ્બો હશે. સવારના છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી આ મેટ્રો દોડાવવામાં આવશે. મેટ્રો ટ્રેનમાં એક સમયે 2,250થી વધુ મુસાફરો મુસાફરી કરી શકશે. સાથે મુંબઈગરાન ખિસ્સાને પરવડે એ મુજબના મેટ્રોના ભાડા પણ રાખવામાં આવ્યા છે. ત્રણ કિલોમીટર સુધીના અંતર માટે 10 રૂપિયા હશે. જોકે, માસિક પાસની સુવિધા શરૂઆતમાં નવી લાઈનો પર ઉપલબ્ધ રહેશે નહીં.
આ સમાચાર પણ વાંચો : નવી ચાલુ થયેલી બે મેટ્રો રેલને કારણે બેસ્ટના રૂટમાં થશે આ ફેરફાર. જાણો વિગતે
મેટ્રો 2A રૂટ પર સ્ટેશનો
દહીસર ઇસ્ટ, અપર દહીસર સ્ટેશન (આનંદ નગર), કંદેરપાડા (ઋષિ સંકુલ), મંડપેશ્વર (આઈસી કોલોની), એકસર, બોરીવલી વેસ્ટ (ડોન બોસ્કો), પહાડી એકસર (શિમ્પોલી), કાંદિવલી વેસ્ટ (મહાવીર નગર), દહાણુકરવાડી (કામરાજ નગર), વલનાઈ (ચારકોપ), મલાડ પશ્ચિમ, લોઅર મલાડ (કસ્તુરી પાર્ક), પહાડી ગોરેગાંવ (બાંગુર નગર), ગોરેગાંવ પશ્ચિમ, ઓશિવરા (આદર્શ નગર), લોઅર ઓશિવરા (શાસ્ત્રી નગર) અને ડીએન નગર (અંધેરી વેસ્ટ).
મેટ્રો-7 રૂટ પર સ્ટેશનો
દહિસર પૂર્વ, ઓવરીપાડા, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, દેવીપાડા, માગાઠાણે, પોઇસર (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા), આક્રુલી(બંદોંગરી), કુરાર (પુષ્પા પાર્ક), દિંડોશી (પઠાણવાડી), આરે, ગોરેગાંવ ઈસ્ટ (મહાનંદ ડેરી), જોગેશ્વરી ઇસ્ટ (JVLR જંકશન), શંકરવાડી, ગુંદાવલી (અંધેરી ઇસ્ટ).