ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન 2021
મંગળવાર
કોરોના મહામારીના સમયમાં એકબીજાથી ડિસ્ટન્સ રાખવાની સાથે જ એકબીજાનો સ્પર્શ ટાળવો મહત્વનો છે. ત્યારે વર્સોવા-ઘાટકોપર વચ્ચે મેટ્રો દોડાવનારી મુંબઈ મેટ્રો –વન દ્વારા સોમવારે વન મુંબઈ સ્માર્ટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ સ્માર્ટ કાર્ડ મદદથી મુંબઈગરા માટે કોન્ટેક્ટ લેસ અને કેશલેસ પ્રવાસ કરવો સરળ રહેશે. એટલું જ નહીં પણ આ કાર્ડથી પ્રવાસીઓ મેટ્રો ટ્રેનની સાથે જ મોલમાં, થિયેટરમાં અને હોટલોમાં પણ બિલ ચૂકવી શકશે.
મુંબઈ મેટ્રોએ ખાનગી બેન્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે ટાય-અપ કરીને આ કાર્ડ લોન્ચ કર્યું હતું. આ કેશલેસ કાર્ડની મદદથી મુંબઈગરા પ્રવાસ કરી શકશે. તેને લીધે પ્રવાસીઓના સમયની પણ બચત થશે એવો દાવો કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મુંબઈની બસોમાં પણ આ કાર્ડની મદદથી પ્રવાસ કરી શકાશે.