188
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
વર્સોવા- અંધેરી- ઘાટકોપર મેટ્રો-1ના ટાઇમટેબલમાં બદલાવ કરવામાં આવ્યો છે.
હવે સોમવારથી મેટ્રો-1ના રૃટ પર દર 4.5 મિનિટે ધસારાના સમયમાં ટ્રેનની સેવા મળશે જ્યારે ધસારા સિવાયના સમયમાં દર 10 મિનિટે સેવા મળશે.
આ સાથે જ વર્સોવા અને ઘાટકોપરની છૂટનારી પ્રથમ અને અંતિમ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે.
ઘાટકોપર મેટ્રો સ્ટેશનથી પ્રથમ મેટ્રો સવારે 7.15ને બદલે 6.30 વાગ્યે છુટશે. જ્યારે અંતિમ મેટ્રો ઘાટકોપરથી રાત્રે 10.15ને બદલે 10.55 વાગ્યે રવાના થશે.
વર્સોવાથી અંતિમ મેટ્રો રાત્રે 10.30 વાગ્યે છુટશે અને પ્રથમ મેટ્રો સવારે 6.30 વાગ્યે શરૂ થશે.
આ નવું ટાઇમટેબલ આગામી સોમવાર એટલે કે 18મી ઓક્ટોબરથી અમલમાં આવશે.
You Might Be Interested In