News Continuous Bureau | Mumbai
Mumbai Metro : Discount મુંબઈ મેટ્રોએ જાહેરાત કરી છે કે મુંબઈ શહેરમાં 20 મી મેના દિવસે મેટ્રોમાં સફર પર 10% ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ એ કારણથી આપવામાં આવ્યું છે કે લોકો વધુમાં વધુ વોટીંગ ( Voting ) કરે તેમજ વોટિંગ કરવા માટે લોકોને ટ્રાવેલિંગની સુવિધા રહે.
Mumbai Metro : Discount મેટ્રો ટ્રેનમાં ડિસ્કાઉન્ટ કઈ રીતે મળશે?
20મી મેના દિવસે જે કોઈ વ્યક્તિ મુંબઇ મેટ્રોમાં પાસ થી, ટિકિટથી, કે પછી ઓનલાઇન બુકિંગ થી સફર માટેની ટિકિટ ( Metro Ticket ) કરાવશે તેને ટિકિટના દર માં 10% સવલત આપોઆપ મળી જશે. આ ઉપરાંત જે કોઈ વ્યક્તિ વિન્ડો ટિકિટ પણ ખરીદશે તેને પણ 10% ડિસ્કાઉન્ટ મળશે.
આ સમાચાર પણ વાંચો : Apple Share Buyback: Apple એ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, $110 બિલિયનના શેર બાયબેકની જાહેરાત કરી..અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટું બાયબેક..
Mumbai Metro : Discount ડિસ્કાઉન્ટ પાછળનો ઉદ્દેશ્ય શું?
મુંબઈ મેટ્રોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આ ડિસ્કાઉન્ટ મતદાન ( Lok Sabha Election ) વધે તે માટે આપી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે મતદાનના દિવસે વધુમાં વધુ લોકો મેટ્રો ટ્રેનમાં સફર કરે વોટ આપે અને ત્યારબાદ પોતાના કામે જતા રહે. આમ મુંબઈ શહેરમાં 20મી મેના રોજ મેટ્રો ટ્રેનમાં સફર પર 10% ડિસ્કાઉન્ટ મળશે.