News Continuous Bureau | Mumbai
Mumbai : પ્રભુ શ્રી રામ મંદિરના અભિષેક સમારોહને હવે ગણતરીના દિવસો જ બાકી છે. વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને “સ્વચ્છ તીર્થ” માટે અપીલ કરી છે. સાંસદ ગોપાલ શેટ્ટી છેલ્લા અમુક દિવસથી ઉત્તર મુંબઈમાં ઘણા મંદિરો અને દેવસ્થાનોની સ્વચ્છતા અને સફાઈમાં લાગેલા છે.
આ અભિયાન અંતર્ગત ઉત્તર મુંબઈમાં અંબામાતા મંદિર, બોરીવલી પૂર્વ, કાંદિવલી પશ્ચિમમાં સિદ્ધેશ્વર હનુમાન મંદિર, શ્રી શ્યામ સત્સંગ ભવન કાંદીવલી પશ્ચિમ, લક્ષ્મીનારાયણ મંદિર મલાડ પશ્ચિમ તેમજ જૈન ઉપાશ્રયો ખાતે ઉત્તર મુંબઈ ના સાંસદ ગોપાલ શેટ્ટીએ “સ્વચ્છ તીર્થ” પહેલમાં ભાગ લીધો હતો. મંદિરોની સફાઈ પણ કરી.
આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈમાં મહાપાલિકાની શાળાઓમાં મંત્રી લોઢાનાં હસ્તે શ્રી રામ જીવન ચરિત્ર સ્પર્ધાનું ઇનામ વિતરણ
“સ્વચ્છ તીર્થ” ઉપક્રમમાં સાંસદ ગોપાલ શેટ્ટી સાથે જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર, ભૂતપૂર્વ નગરસેવક કમલેશ યાદવ, દીપક બાલા તાવડે, મુંબઈ ભાજપના પદાધિકારી યુનુસ ખાન, વિનોદ શેલાર, ઉત્તર મુંબઈ મહામંત્રી બાબા સિંહ, દિલીપ પંડિત, યુવા મોરચાના પ્રમુખ અમર શાહ, સંકલ્પ શર્મા, નરેન્દ્ર રાઠોડ, સુનીલ કોળી સહિત અનેક પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.