News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ મુંબઈ(Mumbai)ના દુકાનદારો(Shop nameplate in Marathi))ને તેમની દુકાનો પર મરાઠી ભાષાના બોર્ડ લગાવવાની સમય મર્યાદા ઘણી વખત લંબાવી છે. પરંતુ હજુ પણ ઘણા દુકાનદારો(Shopekeepers)એ સૂચનાનું પાલન કર્યું નથી. આવી સ્થિતિમાં, મહાનગરપાલિકાએ હવે એવા દુકાનદારો સામે પગલાં લેવાનું નક્કી કર્યું છે કે જેમણે ચાર એક્સટેન્શન આપવા છતાં પોતાની સંસ્થાઓ કે દુકાનો પર મરાઠી ભાષામાં બોર્ડ લગાવ્યા નથી.
મુંબઈ મહાનગરપાલિકાએ આગામી સોમવારથી મુંબઈમાં મરાઠી બોર્ડના નિયમનો અમલ ન કરતી દુકાનો અને સંસ્થાઓનું નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ મરાઠી બોર્ડના નિયમોનો અમલ કરવા પાલિકાએ પણ કડક વલણ અપનાવ્યું છે. તેની અવગણના કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તે પહેલાં, પાલિકા દ્વારા મુંબઈમાં કેટલી દુકાનો અને સંસ્થાઓએ તેનું પાલન કર્યું છે તેની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેમને નોટિસ આપવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : દે ધનાધન યા ઢીશુમ-ઢીશુમ – મુંબઈની લોકલ ટ્રેનમાં ફિલ્મ શોલેના દ્રશ્યો સર્જાયા- મહિલાઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ
મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓ અનુસાર, માલિકો પર કામદાર દીઠ 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો કોઈ પૈસા ચૂકવવાનો ઈન્કાર કરશે તો નાની કોર્ટમાં તપાસ અહેવાલ રજૂ કરીને દંડ વસૂલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મરાઠી નેમપ્લેટ ફરજિયાત બનાવતી વખતે પાલિકાએ 30 જૂનની સમયમર્યાદા આપી હતી. ત્યારબાદ વેપારી સંગઠનોની વિનંતી પર તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. પરંતુ આ તારીખ વીતી ગયા પછી પણ તે સ્પષ્ટ છે કે પાંચ લાખ દુકાનોમાંથી 50 ટકા એટલે કે અઢી લાખ દુકાનોએ તેનો અમલ કર્યો છે.
દરમિયાન વેપારી સંગઠનોએ મરાઠી સાઇનબોર્ડના મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. આવી સ્થિતિમાં મરાઠી બોર્ડના નિયમો પાલિકા દ્વારા કેવી રીતે લાગુ કરવામાં આવશે તેના પર ધ્યાન સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત છે.