News Continuous Bureau | Mumbai
Mumbai News : છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય નાગરિકો રોડનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાનો દાવો કરી રહ્યા છે. દરમિયાન હવે મુંબઈમાં મોટી દુર્ઘટના ટળી છે. મધ્ય મુંબઈના દાદર વિસ્તારમાં એક વ્યસ્ત રોડ પર ભારે ખાડો પડી ગયો હોવાના અહેવાલ છે. જેથી ફરી એકવાર રોડ નિર્માણ પર મોટું પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે.
Mumbai News : રસ્તા પર એક મસમોટા ભૂવો પડી ગયો
મુંબઈના પ્રભાદેવી જંકશન વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર તરફ જતા રસ્તા પર એક મસમોટા ભૂવો પડી ગયો છે. આ ખાડો 15 થી 20 ફૂટ ઊંડો હોવાનું કહેવાય છે અને તેમાં એક કાર ફસાઈ ગઈ હતી. સદનસીબે, કોઈને ઈજા થઈ ન હતી.
#Space technology road caved in on the busy Kismat junction on Veer Savarkar Marg, #Dadar (West) today.
A vehicle’s tyre got stuck in the same and was removed by the #traffic #police with the help of locals.
We request #Commissioner #BhushanGagrani to #Blacklist the… pic.twitter.com/UQRFALdOQf
— Janak Keshriya (@jskeshriya) September 12, 2024
Mumbai News :કારનું આગળનું ડાબું વ્હીલ થોડા ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું
દરમિયાન આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં કારનું આગળનું ડાબું વ્હીલ થોડા ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલું જોવા મળે છે. ઘટનાની જાણ થતા સ્થાનિક વોર્ડ કર્મચારીઓ અને માર્ગ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અડધા કલાક બાદ સ્થાનિક લોકોએ કારને બહાર કાઢી હતી. એક સ્પીડમાં આવતી કાર અચાનક રોડની નીચે આવી જતાં ભારે હોબાળો મચી ગયો હતો. હવે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રોડ તૂટી પડવાનું કારણ શોધી રહ્યા છે. રસ્તા પર ખાડો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો તેને જોવા માટે દોડી આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Bhandara Flood : પૂરગ્રસ્ત ભંડારામાં કોંગ્રેસ સાંસદનો સ્ટંટ; કારના બોનેટ પર બેસીને બનાવી રીલ, જુઓ વીડિયો
Mumbai News : મોટી સંખ્યામાં ભક્તો સિદ્ધિવિનાયકના દર્શન માટે આવે છે
મહત્વનું છે કે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલો આ રસ્તો સિદ્ધિવિનાયક મંદિર તરફ જાય છે. હાલમાં ગણેશોત્સવના ચાલી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો સિદ્ધિવિનાયકના દર્શન માટે આવે છે. આ સાથે, આ વિસ્તારમાં ઘણી કોર્પોરેટ ઓફિસો પણ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)