Site icon

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે, CM યોગીએ એકનાથ શિંદેની આ માંગણીને કરી મંજૂર

ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં મહારાષ્ટ્ર ભવન બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આને મંજૂરી આપી દીધી છે

Maharashtra Bhawan to be built in Ayodhya yogi adityanath eknath shinde

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે, CM યોગીએ એકનાથ શિંદેની આ માંગણીને કરી મંજૂર

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના અયોધ્યા ( Ayodhya ) શહેરમાં મહારાષ્ટ્ર ભવન ( Maharashtra Bhawan ) બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આને મંજૂરી આપી દીધી છે. સીએમ યોગીના મુંબઈ આગમન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજભવન ખાતે તેમની મુલાકાત કરી હતી.

Join Our WhatsApp Community

સીએમ શિંદે રામલલાના દર્શન કરવા અયોધ્યા જશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ મુંબઈના પ્રવાસે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજભવન ખાતે યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ યોગી આદિત્યનાથને અયોધ્યામાં ‘મહારાષ્ટ્ર ભવન’ બનાવવા માટે જગ્યા આપવાની માંગ કરી હતી. સીએમ યોગીએ આ માંગને મંજૂર કરી હતી. મુખ્યમંત્રી શિંદેએ તેમને એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં રામલલાના દર્શન કરવા અયોધ્યા આવશે. જેના પર યોગીએ તેમને ઉત્તર પ્રદેશ સરકાર વતી અયોધ્યા આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, બીજેપી સાંસદ રવિ કિશન હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  ગૃહમંત્રી અમિત શાહના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસીય મુંબઈ પ્રવાસે છે. યોગી આદિત્યનાથ માયાનગરીમાં ઉદ્યોગપતિઓ અને ફિલ્મ ઉદ્યોગના લોકોને મળી રહ્યા છે. આ સાથે તેઓ તેમને યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઘણી બેઠકો કરશે. સીએમ યોગી મુંબઈમાં રોડ શો પણ કરશે. જો કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી યોગીના રોડ શોને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Exit mobile version