Site icon

મુંબઈકરોને રાહત! નાઈટ કર્ફ્યૂ ખતમ, આટલા ટકા ક્ષમતા સાથે ખુલશે થીમ પાર્ક-સ્વિમિંગ પૂલ; જાણો શું છે નવા નિયમો?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર. 

મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં હવે કોરોનાની ત્રીજી લહેર હવે ધીમે ધીમે ઓસરી રહી છે.  મુંબઈમાં બે દિવસથી દર્દીઓની સંખ્યા એક હજારની અંદર છે. તેથી, હવે જ્યારે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં છે, ત્યારે મુંબઈ મહાનગર પાલિકાએ શહેરમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે નાઈટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. 

વહીવટીતંત્ર દ્વારા નવી માર્ગદર્શિકા અને નિયમો જારી કરવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ મુંબઈના તમામ પ્રવાસન સ્થળો એટલે કે ચોપાટી, ગાર્ડન, પાર્ક શરૂ કરવામાં આવ્યા છે. 50 ટકા ક્ષમતા સાથે સ્વિમિંગ પૂલ, વોટરપાર્ક ખોલવામાં આવ્યા છે. આ સાથે જ રેસ્ટોરાં, પ્લે હોલ અને થિયેટરોને પહેલાની જેમ 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાપ્તાહિક બજારો પણ પહેલાની જેમ જ ખોલવામાં આવશે. તેમ જ 50 ટકા ક્ષમતા સાથે સ્પા અને સલૂન પણ શરૂ કરવામાં આવ્યા છે. હવે અંતિમ સંસ્કાર માટે લોકોની હાજરી માટે કોઈ શરત રાખવામાં આવી નથી. એટલે કે ગમે તેટલા લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. 

કોવિડ મહામારી વચ્ચે પણ વેસ્ટર્ન રેલવેના અધધ કમાણી, 10 મહિનામાં રેકોર્ડ બ્રેક આવક; જાણો વિગત

આ સિવાય ધાર્મિક કાર્યક્રમોમાં 50 ટકા લોકોની હાજરીની મંજૂરી આપવામાં આવી છે. લગ્ન સમારોહમાં 25 ટકા લોકોની હાજરીની મંજૂરી છે. રમતના મેદાનમાં 25 ટકા લોકોની મર્યાદા છે. મુંબઈમાં ઉદ્યોગપતિઓ અને ઉદ્યમીઓ દ્વારા સતત એવી માંગ કરવામાં આવી રહી હતી કે કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થતાં નિયંત્રણો હળવા કરવામાં આવે. આ સંદર્ભમાં BMCએ મંગળવારે નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતમાં ઓમિક્રોનના સતત વધી રહેલા કેસને કારણે રાજ્ય સરકારે આ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Exit mobile version