ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી કે મુંબઈ શહેરમાં પૂરી રીતે કર્યું હોવા છતાં વેક્સિન સેન્ટર ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકાની આ જાહેરાત હોવા છતાં આજે એટલે કે શનિવારે લોકો બાંદ્રા ખાતેના વેક્સિન સેન્ટર પર પહોંચ્યા નહોતા. માહોલ એવો હતો કે મોડી બપોર સુધી એકેય વ્યક્તિ વેક્સિન લેવા આવી નહોતી.
પાલિકાનું માનવું છે કે કરફયુ હોવા ને કારણે લોકો પોતાને કોઈ જાતની કનડગત ન નડે તે કારણથી બહાર આવવાનું ટાળ્યું હશે.