News Continuous Bureau | Mumbai
Mumbai North Central Election Result LIVE : મહારાષ્ટ્રમાં ભાજપે મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક ગુમાવી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી ઈકબાલ મુસા જમલ કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ ભાજપની ટિકિટ પર મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી ઉમેદવાર હતા. મત ગણતરીમાં ઉજ્જવલ નિકમના ભાવિનો ફેંસલો થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડે ઉજ્જવલ નિકમને હરાવ્યા હતા.
| S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes |
|---|---|---|---|---|---|---|
| 1 | GAIKWAD VARSHA EKNATH | Indian National Congress | 444098 | 1447 | 445545 | 48.93 |
| 2 | ADV UJWAL NIKAM | Bharatiya Janata Party | 427387 | 1644 | 429031 | 47.12 |
| 3 | SANTOSH GANPAT AMBULGE | Vanchit Bahujan Aaghadi | 8233 | 55 | 8288 | 0.91 |
| 4 | AYYUB AMIN HUNGUND | Bahujan Samaj Party | 3229 | 14 | 3243 | 0.36 |
| 5 | ANSON THOMAS | People’s Party of India(secular) | 2207 | 4 | 2211 | 0.24 |
મહત્વનું છે કે પ્રારંભિક વલણોમાં ભાજપના ઉજ્જવલ નિકમ આગળ હતા. છેલ્લા રાઉન્ડમાં વર્ષા ગાયકવાડે ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમને હરાવ્યા હતા. અમોલ કીર્તિકર મુંબઈની ઉત્તર પશ્ચિમ બેઠક પરથી જીત્યા. શિવસેનાના ઉદ્ધવ જૂથે મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને માત્ર 2000 મતોથી હરાવ્યા હતા. દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા સીટ પર ઉદ્ધવ જૂથને સફળતા મળી છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Lok Sabha Election result 2024: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એક થી એક ડઝન પર પહોંચી ગઈ