ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
કોલાબા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જે ઑફિસ જવા માટે જરૂરી એવા કોરોનાના નેગેટિવ ટેસ્ટ રિપૉર્ટ બનાવી આપતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાનો RT-PCR રિપૉર્ટ ઑનલાઇન એડિટર પર એડિટ કરીને વેચતો હતો. આ કેસમાં આરોપી દ્વારા જાણ કરાયેલા રસોઇયાની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે આરોપીએ 10થી 15 લોકોને માત્ર 1000 રૂપિયામાં આવા બનાવટી રિપૉર્ટ બનાવી આપ્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
હકીકતે આરોપી શાંતિલાલે જાન્યુઆરીમાં વેપારી મુકેશ બરછા માટે રસોઇયા તરીકે કામ શરૂ કર્યુ હતું. અગાઉ, બરછાએ શાંતિલાલને કોરોના નેગેટિવ રિપૉર્ટ લાવવા કહ્યું હતું, શાંતિલાલે આ રિપૉર્ટ આપ્યા બાદ બરછાએ એની તપાસ કરી હતી, ત્યારે જણાયું હતું કે સંબંધિત નંબર પર દેવીલાલ જાટ નામની વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં આ મામલે કોલાબા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
કોલ્હાપૂરમાં વેપારીઓ અને પ્રશાસન કેમ સામ-સામે થઈ ગયાં ? જાણો વિગત
પોલીસે દેવીલાલ જાટ (24) અને શાંતિલાલ મીનારિયા (37)ની ધરપકડ કરી હતી છે. પોલીસે મીડિયાને જણાવ્યું કે દેવીલાલે જાતે નકલી RT-PCR રિપૉર્ટ તૈયાર કર્યો હતો અને શાંતિલાલને વેચ્યો હતો. દેવીલાલ લૅપટૉપ પર ઑનલાઇન PDF એડિટર વડે પોતાના જ અહેવાલમાં ફેરબદલ કરી ૧૦૦૦ રૂપિયામાં બનાવટી રિપૉર્ટ વેચાતો હતો.