News Continuous Bureau | Mumbai
માર્ચ મહિનામાં મુંબઈ(Mumbai)ના ગોવંડી(Govandi)માં શિવાજી નગરમાં ડ્રગ્સ વેચનારા આરોપીની ધરપકડ બાદ ચાલી રહેલી પૂછપરછમાં છેડો છેક ગુજરાત(Gujarat) સુધીપહોંચ્યો હતો અને તપાસને અંતે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ(Mumbai Anti Narcotics Cell) ના વરલી યુનિટે(Worli Unite) આંતરરાષ્ટ્રીય બજાર(International Market)માં અધધ ગણાય એ કિંમતનો ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતના ભરૂચ(Bharuch) જિલ્લામાં એક કંપનીમાં રેડ (Raid) પાડીને જપ્ત કર્યો છે. જપ્ત કરેલા માલની કિંમત 1,056 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ શહેર(Mumbai city)માં નાર્કોટિક્સ, ડ્રગ ઉત્પાદકો અને ગેરકાયદેસર રીતે ડ્રગ્સ ખરીદતી આંતર-રાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને કેટલાક સભ્યોની ધરપકડ સાથે કરોડો રૂપિયાના ડ્રગ્સ(Drugs)ને ઝડપી પાડ્યું છે. એન્ટી નાર્કોટિક્સ સેલ વરલી યુનિટ મુંબઈએ 13 ઓગસ્ટ, 2022ના ભરૂચના અંકલેશ્વર(Ankleshwar)માં એક કંપનીમાં રેડ પાડી હતી અને આરોપી પાસેથી 513 કિલોથી વધુ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 1026 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે જ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સની તૈયારીમાં વપરાતો 812 કિલોથી વધુ સફેદ પાવડર(White powder) પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે 397 કિલોથી વધુ મેકેડ્રોન તૈયાર કરવાની પ્રક્રિયામાં વપરાતો તપખીરી રંગના ખડા જપ્ત કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : ટ્રિપલ તલાક બાદ હવે મુસ્લિમ મહિલાઓનો આ તલાક સામે પણ વિરોધ- સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી
આ અગાઉ પોલીસે આ કેસમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં છ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. સાત આરોપીઓમાંથી પાંચ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓને વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
હકીકતમાં આ કેસની તપાસ છેક માર્ચ 2022થી ચાલી રહી હતી. એન્ટી નાર્કોટિક્સ સેલ, વરલી યુનિટને મળેલી ટીપ મુજબ ડ્રગ્સની ખરીદી વેચાણ થવાનું હતું. એ ટીપને આધારે 29 માર્ચ, 2022ના ગોંવડીમા શિવાજી નગર, ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ(Ghatkopar-Mankhurd Link Road) પર માતા રમાબાઈ આંબેડેકર મનોરંજન મેદાનમાં રેડ પાડીને તેમને એક આપી પાસેથી 250 ગ્રામ અને બીજા આપી પાસેતી 2 કિલો 760 ગ્રામ વજનનું મેકડ્રોન સહિત અન્ય વસ્તુઓ મળી આવી હતી. વધુ તપાસ કરતા અન્ય બે આરોપી હાથ લાગતા તેમણે આપેલી માહીતીને આધારે પાંચમા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચમા આરોપી પાસેથી 701 કિલોથી વધુ વજનનું મેકડ્રોન મળી આવ્યું હતું, જેની કિંમત 1403 કરોડ રૂપિયાની હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ- આ બીજેપી નેતાનો મોટો દાવો- કહ્યું- ટૂંક સમયમાં NCPના એક મોટા નેતા થશે જેલ ભેગા
આ તપાસ ચાલી રહી હતી એ દરમિયાન પાંચમા આરોપીએ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાની એક કંપનીમાં મેકડ્રોન આ ડ્રગ્સ બનાવવામાં આવતો હોવાનું કહ્યું હતું. તપાસ બાદ અંતે 13 ઓગસ્ટના એન્ટી નાર્કોટિક્સ ની વરલી યુનિટે અંકલેશ્વરના પાનોલીમાં જી.આઈ.ડી.સી.માં કેમિકલ બનાવતા કારખાનામાં રેડ પાડી હતી. અહીંથી એક આરોપીની ધરપકડ કરીને કારખાનામાંથી કુલ 513 કિલો કરતાં વધુ વજનનો એમડી(મેકડ્રોન) જેની કિંમત લગભગ 1026 કરોડ રૂપિયા છે, તે ડ્રગ્સ અને મેકડ્રોન તૈયાર કરવાની પ્રક્રિયામાં વપરાતો લગભગ 81 કિલો કરતા વધુ વજનનો સફેદ પાવડર અને 397 કિલો કરતા વધુ વજનનો તપકીરી રંગનું રસાયણ જપ્ત કર્યું હતું.
સાત આરોપીઓ પાસેથી કુલ મળીને 1218 કિલોથી વધુ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાત આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2435 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી અનેક પ્રકારના રસાયણો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 20 લિટર બ્રોમિન (બ્રોમિન 2જી સ્ટેજ), મોનો મિથાઈલમાઈન 20 લીટર, એબ્રોમિન 485 એમએલ અને ક્લોરોફોર્મ (રિકવર ક્લોરોફોર્મ 20 લીટર) જપ્ત કરવામાં આવ્યું છે.
આરોપીઓમાં 1) શમશુલ્લા ઓબેદુલ્હા ખાન ઉંમર 38 વર્ષ, 2) આયુબ ઇઝહર અહમદ શેખ, ઉંમર 33 વર્ષ., 3) રેશ્મા સંજયકુમાર ચંદન, ઉંમર 49 વર્ષ., 4) રિયાઝ અબ્દુલ સત્તાર મેમણ, ઉંમર 43 વર્ષ., 5) પ્રેમપ્રકાશ પારસનાથ ગાય, ઉંમર 52 વર્ષ., 6) કિરણ પવાર અને ગુજરાતથી પકડાયેલા 7) ગિરિરાજ દીક્ષિતનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : શેરબજારમાં બુલ રન- સેંસેક્સ ફરી 60 હજારના સ્તરને કરી ગયો પાર- તો નિફ્ટી પણ
મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસકર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ) ડો.સુહાસ વારકે, એડિશનલ પોલીસ કમિશનર(ક્રાઈમ) વિરેશ પ્રભુ, ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડે, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાવળારામ આગવણે એન્ટી, નાર્કોટિક્સ સેલ, મુંબઈના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ યુનિટ વરલી યુનિટના પ્રભારી પોલીસ ઈન્સપેકટર સંદીપ કાળે, આઝાદ મેદાન યુનિટના પ્રભારી રાજેન્દ્ર દહીફળે, વરલી યુનિટના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર સંતોષ સાળુંકે, બાંદ્રા યુનિટના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેકટર સુરેશ ભોયે, વરલી યુનિટ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેકટર અમોલ કદમ, પોલીસ સબ ઈન્સેપેકટર રવિન્દ્ર સાવંત, પોલીસ સબ ઈન્સ્પેકટર શૈલેશ દેસાઈ, સહાયક ફોજદાર સુરેશ સાળુંકે, પોલીસ હવાલદાર સુધીર સાળુંખે, પોલીસ નામદાર રાજુ તડવી, પોલીસ નામદાર હરીશ રાઠોડ, પોલીસ નામદાર રાજદિપ દળવી, પોસીસ નામદાર પ્રિતમ ઢોરે, પોલીસ નામદાર નિતીન જાદવ, પોલીસ નામદાર હણમંત યેડગે, પોલિસ સિપાઈ મહેશ ગાયકવાડ, પોલીસ સિપાઈ આકાશ શેલાર, મહિલા પોલીસ સિપાઈ અનુરાધા ટેકાળે, ફોજદાર ચાલક રાજેન્દ્ર કદમ, પોલીસ હવાલદાર ચાલક હનુમંત જાધવે પાર પાડી હતી. ગુનાની વધુ તપાસ વરિષ્ઠના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સેપકટર અમોલ કદમ કરી રહ્યા છે