News Continuous Bureau | Mumbai
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાંચ અને અમરાવતી ગ્રામ્ય પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અમરાવતી જિલ્લાના પતુરવાડા વિસ્તારમાંથી ૧૩ શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કથિત રીતે સંકળાયેલા હોવાની શંકા છે.
Mumbai Police operation સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ગેંગનો એક સભ્ય પતુરવાડામાં છુપાયેલો છે. આ બાતમીના આધારે, પોલીસ ટીમોએ વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. બ્રાહ્મણ સભા કોલોનીથી પાંચ વ્યક્તિઓની અને કશ્યપ પેટ્રોલ પંપની નજીકના મકાનથી અન્ય સાત વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા.
કુલ ૧૩ શંકાસ્પદોને હાલમાં પતુરવાડા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસકર્તાઓ આ શંકાસ્પદોની હિલચાલ, આ વિસ્તારમાં આવવાનો તેમનો હેતુ અને તેમના સંભવિત રાજકીય જોડાણોની તપાસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai local train accident: મુંબઈ લોકલની ભીડે વધુ એક જવાનનો જીવ લીધો: ધક્કા-મુક્કીમાં ટ્રેનમાંથી પટકાતા સુરક્ષા દળના જવાનનું કરૂણ મોત
પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હજી સુધી કોઈની પણ ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી, અને પૂછપરછ પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.