Site icon

PM મોદીની મુંબઈ મુલાકાત પહેલા પોલીસે એલર્ટ જાહેર કર્યું, આતંકી હુમલાના ડરથી આ વસ્તુઓ પર પ્રતિબંધ

પોલીસે 10 ફેબ્રુઆરીના રોજ મરોલ, અંધેરી, કોલાબા, સીએસટી, આઈએનએસ શિકારા સહિત સહર એરપોર્ટ પોલીસ સ્ટેશન, કોલાબા પોલીસ સ્ટેશન, MIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમગ્ર દિવસ માટે ડ્રોન, પતંગ, નાના વિમાન અને બલૂન પર પ્રતિબંધ મૂક્યો છે

Chhatrapati Sambhaji Nagar Police Issued A Red Alert In The City

મહારાષ્ટ્રમાં વધ્યા રમખાણો, આ શહેરમાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેર કર્યું રેડ એલર્ટ, વધારી દીધું પેટ્રોલિંગ…

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત પહેલા પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે 10 ફેબ્રુઆરીના રોજ મરોલ, અંધેરી, કોલાબા, સીએસટી, આઈએનએસ શિકારા સહિત સહર એરપોર્ટ પોલીસ સ્ટેશન, કોલાબા પોલીસ સ્ટેશન, MIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમગ્ર દિવસ માટે ડ્રોન, પતંગ, નાના વિમાન અને બલૂન પર પ્રતિબંધ મૂક્યો છે. મુંબઈ પોલીસે 144 હેઠળ એલર્ટ જાહેર કર્યું છે.

Join Our WhatsApp Community

કોઈપણ આતંકવાદી અથવા અસામાજિક તત્વના ડ્રોન કે અન્ય નાના વિમાનો દ્વારા હુમલાની શક્યતાને કારણે મુંબઈ પોલીસે આ પ્રતિબંધ લગાવ્યો છે. જણાવી દઈએ કે PM મોદી 10 ફેબ્રુઆરીએ CST ખાતે 2 વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.

વંદે ભારત ક્યાંથી ચાલશે?

મુંબઈથી ટૂંક સમયમાં 2 નવી વંદે ભારત ટ્રેન શરૂ થશે. એક વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર રૂટ પર અને બીજી મુંબઈ-શિરડી રૂટ પર દોડશે. 10 ફેબ્રુઆરીએ પીએમ મોદી છત્રપતિ શિવાજી ટર્મિનસથી બંને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આ બંને ટ્રેનો ચેન્નઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  તૈયાર છે અત્યાધુનિક વાઈબ્રન્ટ ગુજરાત એસી ટ્રેન, 8 દિવસની મુસાફરીમાં પ્રથમ સ્ટોપેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખર્ચ કરવી પડશે આટલી ટિકિટ

કયા રૂટ પર ચાલી રહી છે વંદે ભારત

વંદે ભારત ટ્રેન 8 રૂટ પર ચલાવવામાં આવી રહી છે. જેમાં નવી દિલ્હી-વૈષ્ણો દેવી, નવી દિલ્હી-વારાણસી, દિલ્હી-અંબ અંદૌરા, ગાંધીનગર-મુંબઈ, નાગપુર-બિલાસપુર, ચેન્નાઈ-મૈસુર, હાવડા-ન્યૂ જલપાઈગુડી અને વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ રૂટનો સમાવેશ થાય છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Terrible Blast at Srinagar: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત અને આટલા લોકો થયા ઘાયલ, 300 ફૂટ દૂર મળ્યા માનવ અંગ
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Exit mobile version