News Continuous Bureau | Mumbai
Mumbai Police મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ વિભાગે કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી વિરુદ્ધ વધુ એક ગંભીર કેસમાં કાયદાકીય ગાળિયો કસ્યો છે. સાન્તાક્રુઝના એક માર્બલ વેપારી પાસે ₹૨ કરોડની ખંડણી માંગવાના ૧૦ વર્ષ જૂના કેસમાં પોલીસે રવિ પૂજારીની ધરપકડ કરી છે. આ કેસમાં ગેંગસ્ટરે વેપારીને વિદેશી નંબરો પરથી ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.
ઘટના ૨૦૧૪ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બની હતી. સાન્તાક્રુઝ (પશ્ચિમ) માં સ્થિત એક માર્બલ વેપારી ને રવિ પૂજારીએ વિદેશી નંબરો પરથી વારંવાર કોલ કર્યા હતા. આરોપીએ ધમકી આપી હતી કે જો ₹૨ કરોડની ખંડણી આપવામાં નહીં આવે, તો તે દુકાન પર અંધાધૂંધ ફાયરિંગ કરશે અને વેપારીની હત્યા કરી નાખશે. આ કેસમાં પોલીસે અગાઉ રવિ પૂજારીના ચાર સાગરીતોની ધરપકડ કરી હતી, જેમણે હથિયારોની વ્યવસ્થા કરી હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસે કોર્ટમાં રવિ પૂજારીની કસ્ટડી માંગતા જણાવ્યું હતું કે આ જૂના કેસના મૂળ સુધી પહોંચવું અત્યંત જરૂરી છે. પોલીસ તપાસનો મુખ્ય હેતુ એ છે કે,ખંડણી માંગવા માટે જે વિદેશી ટેલિફોન નંબરોનો ઉપયોગ થયો હતો, તેની વિગતો મેળવવી.ખંડણીના કાવતરા પાછળની આખી કડીઓ જોડીને માસ્ટરપ્લાનનો ખુલાસો કરવો. તેમજ અગાઉ પકડાયેલા સાગરીતો અને રવિ પૂજારી વચ્ચેના સીધા સંપર્કો અને આર્થિક લેવડદેવડની તપાસ કરવી.
આ સમાચાર પણ વાંચો : T20 World Cup 2026:ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી થયું એ હવે થશે! 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે છે ‘ટ્રિપલ’ ધમાકાની તક, જાણો કેવી રીતે બનશે વર્લ્ડ રેકોર્ડ
મુંબઈ પોલીસ રવિ પૂજારી વિરુદ્ધ નોંધાયેલા અનેક કેસોમાં એકપછી એક કાર્યવાહી કરી રહી છે.હાલમાં પોલીસ આરોપીની ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે, જેથી તે સમયે સક્રિય અન્ય સાગરીતોના નામ પણ બહાર આવી શકે.