News Continuous Bureau | Mumbai
મુંબઈથી 200 કિલોમીટર દૂર રાયગઢ જિલ્લામાં(Raigad district) હરિહરેશ્વર(Harihareshwar) નાં દરિયા કિનારે(seashore) બે શંકાસ્પદ બોટ(Suspicious boat) મળી આવ્યા પછી સુરક્ષા એજન્સીઓમાં(security agencies) દોડધામ મચી છે. સાથે મુંબઈ પોલીસ(Mumbai Police) એલર્ટ(Alert) થઈ ગઈ છે. મુંબઈ શહેરમાં ઠેકઠેકાણે નાકાબંધી(Blockade) શરૂ કરાઇ છે. દાદર, વરલી, નરીમાન પોઈન્ટ સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવાયો છે.
જ્યાં શંકાસ્પદ બોટ મળી છે ત્યાં નજીક જ અલીબાગનો બીચ(Alibaug beach) છે. અહીં લોંગ વીકેન્ડને(long weekend) લીધે પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. તેની વચ્ચે બોટમાંથી ઉતરેલા શકમંદો મુંબઈ તરફ આવ્યા છે કે કેમ અને કોઈ શંકાસ્પદ હેરફેર જોવા મળી છે કે કેમ તેની તપાસ શરૂ થઈ છે. હાલ ચોમાસાને લીધે અલીબાગ મુંબઈ વચ્ચે ફેરી બંધ છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ સમુદ્રકિનારેથી મળી બે શંકાસ્પદ બોટ- AK 47 સહિત હથિયાર મળતાં હડકંપ- હાઈ એલર્ટ જાહેર
આ સંજોગોમાં શકમંદો બીજી કોઈ બોટ દ્વારા કે બાય રોડ આગળ વધ્યા છે કે કેમ તે વિકલ્પો તપસાઈ રહ્યા છે. સાથે મહારાષ્ટ્રનાં અન્ય દરિયા કાંઠે પણ કોઈ શંકાસ્પદ બોટની કે શકમંદોની અવરજવર જોવા મળી છે કે કેમ તે ચકાસવા આદેશો અપાયા છે.