ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 20 એપ્રિલ 2021.
મંગળવાર.
દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વાયુવેગે વધી રહી છે. ત્યાંજ કોરોના દર્દીઓ માટે ઓક્સિજન, icu બેડ અને રેમડેસિવિર ઇન્જેક્શન જેવી વસ્તુઓની અછત સર્જાવા લાગી છે. રેમડેસિવિર ઇન્જેક્શન ની અછત સર્જાતા દર્દીઓમાં કટોકટીનો માહોલ રચાઈ રહ્યો છે. ત્યાં જ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એફડીએ (FDA)ડિપાર્ટમેન્ટ અને મુંબઇ પોલીસે 2200 રેમડેસિવિર ઇન્જેક્શન ની વાયલ જપ્ત કરી છે.
મુંબઈના અંધેરી ઇસ્ટના મરોલ વિસ્તારમાંથી એક ફાર્માસ્યુટિકલ કંપની પાસેથી 2000 ઈન્જેક્શનની વાયલ જપ્ત થઈ છે, જ્યારે ન્યુ મરીન લાઇન્સ વિસ્તારમાંથી માં એક એક્સપોર્ટર પાસેથી 200 વાયલ જપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં રેમડેસિવિર ઇન્જેક્શન ની અછતની બૂમાબૂમ થઈ રહી છે. જરૂરિયાત મંદ લોકો ને આ ઇન્જેક્શન મળી નથી રહ્યા. ત્યાં જ આ ઇંજેક્શન ની કાળાબજારી કરતા લોકો દર્દીઓની પરવા કર્યા વગર પોતાના ખિસ્સા ભરવામાં જ મશગુલ છે.
ગુજરાતના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગુ