News Continuous Bureau | Mumbai
Mumbai Protest : દક્ષિણ મુંબઇનાં તાડદેવ વિસ્તારમાં તુલસી માર્ગ પરના આર્ય નગર તથા જનતા નગર વિસ્તારમાં ઓનલાઇન ફૂડ ડિલીવરી કરનારા ડિલીવરી બોયના રાતભર ચાલતા ઘોંધાટથી પરેશાન સ્થાનિક નાગરિકોએ વિવિધ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓના ડિલિવરી બોય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યનાં કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ ૩૧ મી માર્ચે સ્થળની મુલાકાત લીધી હતી અને આંદોલનકારોના સમર્થનમાં પોલિસ ફરિયાદ કરી હતી.

રાતભર ડિલીવરી માટેના વાહનોના ઘોંઘાટનાં કારણે સ્થાનિક નાગરિકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આખી રાત અહીં 100 થી વધુ બાઈકર્સ સતત દોડતાં હોવાથી, સ્થાનિક રહેવાસીઓને દરરોજ મોટા અવાજ, ટ્રાફિક અને અસુરક્ષા જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાયમી ઉકેલ ન આવતાં આ સ્થળના નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : 1 એપ્રિલની સાંજ સુધીમાં દેશ માટે આવ્યા સારા સમાચાર, GST કલેક્શને માર્ચમાં તોડ્યો રેકોર્ડ! જુઓ આંકડા
આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, તેમણે અહીંના નાગરિકો વતી પોલિસને કાયમી ઉકેલની માગણી કરી છે, અને તેઓ પોલીસ પાસે સહકારની અપેક્ષા રાખે છે. હાલતની જાણકારી થતાં જ તેમને આ સ્થળની મુલાકાત લીધી હતી.
શ્રી લોઢાએ ઉમેર્યુ હતુ કે આ તેઓનો મતવિસ્તાર છે, અહીંના લોકોના કારણે ધારાસભ્ય ચૂંટાય છે, તેથી તેમને કોઈ તકલીફ ન પડે. તે જોવાની તેમની જવાબદારી છે.” સ્થાનિક ધારાસભ્ય તરીકે મંગલ પ્રભાત લોઢાએ પણ નાગરિકોના પક્ષ માં આંદોલનને સમર્થન આપ્યું હતું. આખરે પોલીસે આ ફરિયાદની નોંધ લીધી અને કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.