News Continuous Bureau | Mumbai
મુંબઈથી પુણે વચ્ચે દરરોજ હજારો લોકો અપડાઉન કરતા હોય છે, ત્યારે ડેઈલી અપડાઉન કરનારા માટે બહુ મહત્વના સમાચાર છે. હવે આ બંને શહેરો વચ્ચેનું અંતર 6 કિલોમીટર જેટલું ઘટી જવાનું છે અને એને કારણે પ્રવાસના સમયમાં 25 મિનિટની બચત થવાની છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Expressway) પર લોનાવલાથી(Lonavla) ખોપોલી(Khopoli) એક્ઝિટ પાસે વૈકલ્પિક રસ્તા માટે બનાવવામાં આવી રહેલી ટનલ કામ પૂરું થવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) એ ડિસેમ્બર સુધીમાં 100 ટકા ટનલ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. MSRDC એ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખોપોલી એક્ઝિટથી કુસગાંવ સુધીની બાકી રહેલી 13.3 કિમી (મિસિંગ લિંક) રોડનું કામ હાથ ધર્યું છે. આ પ્રોજેક્ટને કારણે બોર ઘાટમાં છ કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ થશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગર પાલિકાની કુલ 109 સીટ પર મહિલા આરક્ષણ છે – ક્યાંક અનુસૂચિત જાતિ તો ક્યાંક અનુસૂચિત જનજાતિ તેમજ ઓપન વર્ગ પણ ખરો – વાંચો આખી સૂચિ અહીં
લોનાવાલાથી ચાલુ થનારી આ ટનલ આગળ ખોપોલી એક્ઝિટ પાસે પૂરી થશે. આ પ્રોજેક્ટ હેઠળ આઠ લેનનો નવો રસ્તો પણ તૈયાર કરવામા આવી રહ્યો છે. તેમાથી સાડા છ કિલોમીટર લંબાઈની ટનલનું કામ પૂરું થયું હોઈ ટનલની પહોળાઈ 23.5 મીટરની હશે. આ મિસિંગ લિંકને કારણે બંને શહેરનું અંતર ઘટી જવાનું છે અને પ્રવાસનો સમય 25 મિનિટથી બચી જશે.