Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર – મુંબઈ-પુણે પ્રવાસ વધુ ઝડપી થશે-આટલા કિલોમીટરનું અંતર ઘટી જશે- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈથી પુણે વચ્ચે દરરોજ હજારો લોકો અપડાઉન કરતા હોય છે, ત્યારે ડેઈલી અપડાઉન કરનારા માટે બહુ મહત્વના સમાચાર છે. હવે આ બંને શહેરો વચ્ચેનું અંતર 6 કિલોમીટર જેટલું ઘટી જવાનું છે અને એને કારણે પ્રવાસના સમયમાં 25 મિનિટની  બચત થવાની છે.

Join Our WhatsApp Channel

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Expressway) પર લોનાવલાથી(Lonavla) ખોપોલી(Khopoli) એક્ઝિટ પાસે વૈકલ્પિક રસ્તા માટે બનાવવામાં આવી રહેલી ટનલ કામ પૂરું થવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) એ ડિસેમ્બર સુધીમાં 100 ટકા ટનલ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. MSRDC એ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખોપોલી એક્ઝિટથી કુસગાંવ સુધીની બાકી રહેલી 13.3 કિમી (મિસિંગ લિંક) રોડનું કામ હાથ ધર્યું છે. આ પ્રોજેક્ટને કારણે બોર ઘાટમાં છ કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ થશે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ મહાનગર પાલિકાની કુલ 109 સીટ પર મહિલા આરક્ષણ છે – ક્યાંક અનુસૂચિત જાતિ તો ક્યાંક અનુસૂચિત જનજાતિ તેમજ ઓપન વર્ગ પણ ખરો – વાંચો આખી સૂચિ અહીં

લોનાવાલાથી ચાલુ થનારી આ ટનલ આગળ ખોપોલી એક્ઝિટ પાસે પૂરી થશે.  આ પ્રોજેક્ટ હેઠળ આઠ લેનનો નવો રસ્તો પણ તૈયાર કરવામા આવી રહ્યો છે. તેમાથી સાડા છ કિલોમીટર લંબાઈની ટનલનું કામ પૂરું થયું હોઈ ટનલની પહોળાઈ 23.5 મીટરની હશે. આ મિસિંગ લિંકને કારણે બંને શહેરનું અંતર ઘટી જવાનું છે અને પ્રવાસનો સમય 25 મિનિટથી બચી જશે.
 

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version