News Continuous Bureau | Mumbai
Mumbai: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, પશ્ચિમ રેલવે ( Western Railway ) પ્રોટેક્શન ફોર્સ ( RPF ) એ તેના સમર્પિત અભિયાન, ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ ના ભાગરૂપે વર્ષ 2023 દરમિયાન રેલવેમાં ખોવાયેલ, એકલા પડી ગયેલા, માનવ તસ્કરી ( Human trafficking ) વગેરે કેસોમાં કુલ 856 બાળકોને બચાવ્યા હતા. જેમાં ટ્રેનો અને રેલ્વે સ્ટેશનો પર લાવારીસ, એકલા પડી રહેલા કાળજી અને સુરક્ષાની જરૂરિયાત ધરાવતા બાળકોને ઓળખવા અને બચાવવાના ઉદ્દેશ્યવાળા આ ઓપરેશનમાં નોંધપાત્ર સફળતા મળી છે.
એક અહેવાલ મુજબ વર્ષ 2023માં કુલ 856 બાળકોને ( children ) બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં 508 છોકરાઓ અને 279 છોકરીઓનો સમાવેશ થાય છે. જેમાથી મુંબઈ ડિવિઝન (313), વડોદરા ડિવિઝન (74), અમદાવાદ ડિવિઝન (125), રતલામ ડિવિઝન (188), રાજકોટ ડિવિઝન (121), અને ભાવનગર ડિવિઝન (35)માં નોંધપાત્ર બચાવ સાથે વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. ( Operation Nanhe Ferishte ) બાળકોને બચાવ્યા પછી તેમને બાળ કલ્યાણ સમિતિની પરવાનગી સાથે નામાંકિત એનજીઓને સોંપવામાં આવ્યા હતા.
માનવ તસ્કરીના જોખમને રોકવા માટે, WR પર 77 વિરોધી તસ્કરી એકમોની રચના કરવામાં આવી..
રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, માનવ તસ્કરીના જોખમને રોકવા માટે, WR પર 77 વિરોધી તસ્કરી એકમોની રચના કરવામાં આવી છે. ટ્રેનોમાં બાળ તસ્કરીના જોખમને નાબૂદ કરવા માટે રેલવે દ્વારા બચપન બચાવો આંદોલન સાથે એક સમજૂતી પત્ર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, રેલવેએ દ્વારા લોકોમાં બાળકોની હેરફેરને રોકવા માટે જાગૃતિ લાવવા કોચની અંદર પોસ્ટરો અને સ્ટીકરો પણ લગાવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Cyber Secure: શહેરમાં છેલ્લા 11 મહિનાથી દરરોજ આટલા ઓનલાઈન સાયબર ક્રાઈમના કેસો નોંધાઈ રહ્યા છે: 2023 રિપોર્ટ..
“રેલ્વે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા, ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અને ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ જેવી કામગીરીમાં સક્રિયપણે જોડાવા માટેના આરપીએફના પ્રયાસો રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સુરક્ષિત વાતાવરણને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.” 2023 બનાવવા માટે આરપીએફની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રેલ્વે બધા માટે સલામત છે, ખાસ કરીને સંવેદનશીલ બાળકો કે જેઓ સલામતી અને સંભાળને પાત્ર છે.