News Continuous Bureau | Mumbai
Mumbai rain : આજે મુંબઈ સહિત આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. મુંબઈ શહેરના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે. દરમિયાન અહેવાલ છે કે ઘાટકોપર હાઈવે પોલીસ ક્વાર્ટર પેટ્રોલ પંપ પર હોલ્ડિંગ તૂટી જવાને કારણે કેટલાક લોકો હોર્ડિંગ્સ નીચે દટાઈ ગયા છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Scary visuals from Eastern Express Highway, Ghatkopar. #MumbaiRains https://t.co/emJOZ9eb6K pic.twitter.com/RZxN8x9Im0
— Mumbai Rains (@rushikesh_agre_) May 13, 2024
Mumbai rain : હોર્ડિંગ સીધુ પેટ્રોલ પંપ પર પડ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સાડા ચાર વાગ્યે થયો હતો. ઘાટકોપર ઈસ્ટના પંતનગરમાં ઈસ્ટ હાઈવે પર પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ છે. આ અકસ્માત અહીં થયો હતો. હોર્ડિંગ સીધુ પેટ્રોલ પંપ પર પડ્યું હતું. હોર્ડિંગનું કદ ઘણું મોટું હતું. ઘણા વાહનો, પેટ્રોલ પંપના કર્મચારીઓ હોર્ડિંગ્સ નીચે દટાયા હોવાના અહેવાલ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ અને તોફાન, એરપોર્ટ પર હવાઈ સેવા પ્રભાવિત, ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ
રાહત કાર્યમાં લાગી રહ્યો છે સમય
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વરસાદ ચાલુ હોવાથી રાહત કાર્યમાં સમય લાગી રહ્યો છે. ઘણા હોર્ડિંગ્સ નીચે દટાયેલા છે. તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.