Site icon

Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ અને તોફાન, એરપોર્ટ પર હવાઈ સેવા પ્રભાવિત, ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ

Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે મુંબઈ એરપોર્ટ પરની હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અહીં ડાયવર્ટ કરવામાં આવી છે અને સમય બદલાયો છે .

Mumbai rain Take-offs and landings suspended at Mumbai airport amid dust storm and heavy rain

Mumbai rain Take-offs and landings suspended at Mumbai airport amid dust storm and heavy rain

News Continuous Bureau | Mumbai

Mumbai rain : મુંબઈ શહેરમાં  વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે. શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. દરમિયાન આને કારણે મુંબઈ એરપોર્ટ પરની હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને રીશેડ્યુલ કરવામાં આવી છે. તોફાની પવનોને કારણે  મુંબઈ મેટ્રો પણ ઠપ્પ થઈ ગઈ હોવાના અહેવાલ છે.

Join Our WhatsApp Community

Mumbai rain : મુંબઈ એરપોર્ટની સેવા ઠપ્પ

ભારે પવનને કારણે નોંધપાત્ર નુકસાન

વિવિધ સ્થળોએ વીજ વાયરો તૂટી ગયા હતા.

મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા

મુંબઈ એરપોર્ટની સેવા ઠપ્પ

રેલવે સેવા પ્રભાવિત

થાણે નજીક મધ્ય રેલવે લાઇન પર ઓવરહેડ વાયર તૂટવાને કારણે રેલવે સેવા પ્રભાવિત

વિવિધ સ્થળોએ વૃક્ષો પડવા અને પાણી જમા થવા અંગેની માહિતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : પહેલા જ વરસાદને કારણે મુંબઈ મેટ્રો અટકી, તોફાની પવનને કારણે સેવા ખોરવાઈ; પ્રવાસીઓ બેહાલ..

Mumbai rain :  ઘાટકોપર-વર્સોવો મેટ્રો એરપોર્ટ રોડ સ્ટેશન પર મેટ્રો અટકી ગઈ 

વરસાદ અને વાવાઝોડાને કારણે પરિવહન સેવાઓને પણ અસર થઈ રહી છે. ટેક્સી, ઓટો અને અન્ય વાહનોના ચાલકો પણ રસ્તામાં થંભી ગયા છે. જ્યારે મેટ્રોના ઓવરહેડ વાયર પર બેનર પડતાં મુંબઈ મેટ્રો ખોરવાઈ ગઈ છે. તોફાનના કારણે બેનર પડી જવાને કારણે ઘાટકોપર-વર્સોવો મેટ્રો એરપોર્ટ રોડ સ્ટેશન પર મેટ્રો અટકી ગઈ છે.  

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version