News Continuous Bureau | Mumbai
Mumbai Rain: છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈકરોને આકરી ગરમી અને અસહ્ય ગરમી સહન કરવી પડી રહી છે. જૂન મહિનો શરૂ થઇ ગયો હોવા છતાં સ્થિતિ એવી જ છે. બે દિવસ પહેલા મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ ( Heavy rain ) પડ્યો હતો. અને તાપમાન નીચું આવી જતા થોડી રાહત થઈ હતી. જો કે, ફરીથી સ્થિતિ હતી તેવી જ થઇ ગઈ છે.
કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયા વાતાવરણને કારણે ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારોમાં સવારે 10 વાગ્યા બાદ સૂર્યનો અસહ્ય તાપ પડી રહ્યો છે. હવામાન વિભાગના કોલાબા ( Mumbai news ) કેન્દ્રમાં શુક્રવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝ કેન્દ્રમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, મુંબઈની સાથે થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં સોમવાર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
Mumbai Rain: આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસાના પવનો મુંબઈમાં પ્રવેશ કરશે
મહત્વનું છે કે રાજ્યમાં ચોમાસાના પવનો પ્રવેશ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસાના પવનો મુંબઈમાં પ્રવેશ કરશે. ધુલે, જલગાંવ, નાસિક, સતારા, સોલાપુર, સાંગલી, પરભણીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી, રવિવારથી મંગળવારના સમયગાળા દરમિયાન, હવામાન વિભાગ દ્વારા રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ( Mumbai rain ) ની ચેતવણી આપવામાં આવી છે.
Mumbai Rain: મુંબઈ-થાણેમાં રવિવારથી વરસાદ પડશે
તો બીજી તરફ મુંબઈ-થાણેમાં રવિવારથી વરસાદ શરૂ થશે. 10 અને 11 જૂનના રોજ મુંબઈ-થાણે વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. જોકે આ ચોમાસાનો વરસાદ નથી પરંતુ પ્રિ-મોન્સૂન વરસાદ છે, એમ મુંબઈના IMDના સુષ્મા નાયરે જણાવ્યું છે. મહત્વનું છે કે હવામાન વિભાગે શુક્રવારે મુંબઈમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે, મુંબઈ અને ઉપનગરોમાં દિવસભર ક્યાંય વરસાદ પડ્યો ન હતો. ઉલટું અસહ્ય ગરમીથી મુંબઈગરાઓ હેરાન થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: Matheran Mini Train Close : ચોમાસામાં ફરવા માટે હિલ સ્ટેશન માથેરાન જવાનું વિચારી રહ્યા છો? તો વાંચો આ સમાચાર; નહીં તો થશે હેરાનગતિ..
Mumbai Rain: રાજ્યના ઘણા જિલ્લાઓને ચેતવણી
IMDએ થાણે, મુંબઈ, પાલઘર, રાયગઢમાં વરસાદની હાજરીની આગાહી કરી છે. આ સિવાય જલગાંવ, ધુલે, કોલ્હાપુર, નાંદેડ, લાતુર, પરભણી, હિંગોલી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, ધારાશિવ જિલ્લામાં આગામી 48 કલાક સુધી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે પુણે અને નગર વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડશે.