ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જુલાઈ, 2021
બુધવાર
મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં તેજસ એક્સપ્રેસના સ્માર્ટ કોચ જોડવાનો વેસ્ટર્ન રેલવેએ નિર્ણય લીધો છે. અત્યાધુનિક સગવડ ધરાવતા આ કોચ સાથે 19 જુલાઈ સોમવારથી રાજધાની દોડાવાનું ચાલુ કરી દીધું છે. એથી હવે વેસ્ટર્ન રેલવેએ ટ્રેનના ભાડામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
તેજસ એક્સપ્રેસના કોચ અત્યાધુનિક સગવડ ધરાવતા છે. એને કારણે દિલ્હી-મુંબઈ વચ્ચે રેગ્યુલર પ્રવાસ કરનારાને વધુ સુવિધા મળશે. જોકે ટ્રેનમાં અપાતી વધુ સુવિધાની સાથે જ પ્રવાસીઓએ એનો ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડશે. 12 નવેમ્બર, 2021થી રાજધાની એક્સપ્રેસના બેઝ ફેરમા પાંચ ટકાનો વધારો થશે. જોકે રેલવેના મતે આ કોઈ બહુ મોટો વધારો નથી.