Mumbai: બોરીવલી સ્કાયવોકની બીજી સીડીનું સમારકામ પણ હવે થયું પૂર્ણ; બાકીના સીડીનું રિપેર ક્યારે તેની હવે રાહ જોઈ રહ્યા છે નાગરિકો.. જાણો વિગતે..

Mumbai: બોરિવલીમાં આર-મધ્ય વિભાગની કચેરી સામેના સ્કાયવોક પર ઉખડી ગયેલા પગથિયાને કારણે રાહદારીઓ હાલ અહીં ચાલી શકતા નથી. પરંતુ આ બધુ નજરે ચઢતું હોવા છતાં મહાનગરપાલિકાના વિભાગીય અધિકારીઓ તેમજ બ્રિજ વિભાગના અધિકારીઓ આખ આડા કાન કરીને કોઈ રાહદારી અહીંથી પડે કે કોઈ દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા છે. આથી, કોઈ રાહદારીના પડી જવાથી અને ઈજાગ્રસ્ત થયા પછી જ મહાપાલિકા સ્કાયવૉકના સમારકામની કામગીરી હાથ ધરશે કે કેમ તેવો પ્રશ્ન હવે પાલિકા સામે થઈ રહ્યો છે.

by Bipin Mewada
Mumbai Repairs to the second staircase of the Borivali Skywalk are also now complete; Citizens are now waiting for the repair of the rest of the stairs..

News Continuous Bureau | Mumbai

Mumbai: બોરીવલી ( Borivali ) વેસ્ટમાં રેલવે સ્ટેશનને અડીને આવેલા સ્કાયવૉક વિશે મિડીયા અહેવાલ પ્રસિદ્ધ કરાયાના પગલે આ સ્કાયવૉકના પ્રથમ રાહદારી સીડીનું નિર્માણ કર્યા બાદ, હવે મોક્ષ મોલની સામેના એસવી રોડની બીજી બાજુના સીડીનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. પ્રથમ સીડીનું સમારકામ ( Stair repair ) આઠ દિવસના પૂર્ણ થયા બાદ ગત શુક્રવારે બીજા સીડીનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું જે બુધવારે પૂર્ણ થયું હતું. તેથી, બોરીવલી સ્કાયવોકને જોડતા મોક્ષ મોલની સામેની બંને સીડીઓનું હાલ નવીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. જો કે,  બોરીવલી પોલીસ સ્ટેશનની સામે ઠક્કર મોલથી નીચે ઉતરતી સીડીઓ અને શાકભાજી માર્કેટ સાથેની મહાપાલિકા ડિપાર્ટમેન્ટ ઑફિસ પાસે હજુ સુધી સીડીઓનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. 

મઉઠાવતા, હિન્દુસ્તાન પોસ્ટે મહાપાલિકા ( BMC ) બ્રિજ વિભાગ આંખે પાટા બાંધીને ફરે છે, રાહદારીઓ આ સ્કાયવોક ( Borivali Skywalk ) પરથી પડે તેની રાહ જોવામાં આવી રહી છે. આ શીર્ષક હેઠળ એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

Mumbai: નાના કામ માટે મહાનગરપાલિકાએ આઠ દિવસ સુધી આ સીડી બંધ કરીને આ કામ કર્યું હતું…

આ અંગેના સમાચાર 18મી જૂને પ્રસિદ્ધ થયા બાદ બીજા દિવસે મહાનગરપાલિકા પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરી આ પુલના મોક્ષ મોલ તરફ જતા સીડીનું કામ શરૂ કર્યું હતું. આ કામગીરી દરમિયાન સીડીનો પ્રવેશ માર્ગ બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સીઢી ( Skywalk Stairs )પર અમુક વિસ્તારોમાં  ઉખડી ગયેલા ટાઈલ્સને ફરિ સ્થાપિત કરવાનો હેતુ હતો. આ નાના કામ માટે મહાનગરપાલિકાએ આઠ દિવસ સુધી આ સીડી બંધ કરીને આ કામ કર્યું હતું. જો કે આ સીડી હાલ સારી સ્થિતિમાં છે પરંતુ આ સીડીના સમારકામમાં આઠ દિવસનો સમય લાગ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: PM Modi meet team India : T20 વર્લ્ડ કપ ચેમ્પિયન સાથે PM મોદીએ કરી મુલાકાત, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે કરી વાતચીત; જુઓ વિડીયો

જો કે, આ સ્કાયવોકના એસ.વી.રોડની ( SV Road ) બીજી બાજુ મોલની સામેની બાજુએ જતી સીડીઓ હજુ પણ ખરાબ હાલતમાં હતી. જેથી શુક્રવારે  મોક્ષ મોલની બીજી બાજુની સીડીના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ સમારકામ માટે  પણ અહીં સીડી બંધ કરવામાં આવી હતી. જો કે, અહીં બાકીના સીડી હજુ પણ સારી સ્થિતિમાં નથી અને આ સીડીઓનું સમારકામ ક્યારે થશે તેવો હાલ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

You may also like