ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોનાના નવા કેસ અને મહામારી થી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 352 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને માત્ર એક જ દર્દીનું મોત નીપજ્યું છે.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે 363 દર્દી રિકવર થયા છે.
આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોરોનાના કુલ 7,38,876 કેસમાંથી 7,15,757 રિકવર થયા છે.
ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને 4,583 થયો છે, શહેરમાં રિકવરીની ટકાવારી 97 યથાવત રહી છે.
મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ