ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
અનેક વિદ્યાર્થી સંગઠનો તેમજ અભિભાવકોની મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ સાથે મિટિંગ થઈ. આ મિટિંગમાં પાલકો ના એસોસીએશન તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વરિષ્ઠ લોકો ઉપસ્થિત હતા.
બેઠક દરમિયાન મુદ્દો રજૂ કરવામાં આવ્યો કે અનેક શાળાઓ ફી ભરવા માટે પાલક ઉપર દબાણ કરી રહ્યા છે. આ સંદર્ભે મહત્વનું નિવેદન આપતાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આવી તમામ શાળાઓને શિક્ષણ અધિકારી મારફત તપાસ કરવામાં આવશે તેમ જ પગલાં લેવામાં આવશે. મીટિંગ દરમિયાન તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે જે શાળાઓ લોકડાઉન દરમ્યાન બંધ રહી હતી તે શાળાઓ ફી ન વસૂલી શકે. આ ઉપરાંત ફી ન ભરવાને કારણે કોઈ વિદ્યાર્થીને શાળા માંથી બહાર કાઢવા અયોગ્ય રહેશે. તેમજ કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષામાં બેસતા નહીં રોકી શકાય અને તેમના પાલકોને વોટ્સઅપ ગ્રુપમાંથી બહાર કાઢવા પણ આયોગ્ય રહેશે.
આમ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી પહેલીવાર વિદ્યાર્થીઓના પક્ષમાં ખુલીને સામે આવ્યા છે