મુંબઈગરાઓ સાંભળજો- મુંબઈમાં ડરામણી ગતિથી વધી રહ્યા છે કોરોનાના કેસ- છેલ્લા 24 કલાકમાં આટલા નવા દર્દીઓ આવ્યા-જાણો આજના તાજા આંકડા 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર (Maharashtra)સહિત આર્થિક રાજધાની મુંબઈમાં(Mumbai) ધીમે ધીમે કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે. મુંબઈ શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના(Corona) 1700થી વધુ નવા કેસ સામે આવ્યા છે. 

મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં વધુ 1702 દર્દી નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે. આજે નોંધાયેલા દૈનિક કેસમાંથી માત્ર 78 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બાકીના 1624 દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન(Home quarantine) છે. જ્યારે કોરોનાના 703 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલથી રજા અપાઈ છે. આથી શહેરમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 97 ટકા થયું છે. હાલ શહેરમાં  કોરોનાના સક્રિય 7998 દર્દી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટ્રાફિક પોલીસના કડક પગલાં- પહેલા જ દિવસે હેલ્મેટ વગર હજારો લોકો દંડાયા- આંકડો જાણી ચોંકી જશો

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,813 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. બુધવારે આ જ સંખ્યા 2,701 હતી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં એક મૃત્યુ નોંધાયું છે. જ્યારે કોરોનાના 1,047 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલથી  રજા અપાઈ છે. રાજ્યમાં હાલ કોરોનાના 11, 571 સક્રિય દર્દીઓ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment