News Continuous Bureau | Mumbai
દિવાળી(Diwali) ના અવસર પર મુંબઈમાં પોલીસ(Mumbai Police) ની પરવાનગી વિના ફટાકડા(Fire craker)ના વેચાણ પર પ્રતિબંધ(Ban) રહેશે. મુંબઈ પોલીસે આ અંગે આદેશ જારી કર્યો છે.
દિવાળી દરમિયાન બજારોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ (sales) થાય છે. વિક્રેતાઓ દુકાનોની બહાર રસ્તાના ફૂટપાથ પર ચાદર લગાવીને ફટાકડા(Fire craker) વેચવાનું શરૂ કરે છે. પરવાનગી વગર આ રીતે ફટાકડાનું વેચાણ ગેરકાયદેસર વેચાણનો(illegal sales) મામલો છે. એટલું જ નહીં મોટી આગની દુર્ઘટના અને જાન-માલનું(life and property) મોટું નુકસાન થવાની પણ સંભાવના છે. આવા વિક્રેતાઓ પાસે આ પ્રકારની ઘટનાઓ ટાળવા માટે સુરક્ષા સજ્જતા નથી. તેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે પરવાનગી વિના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો: નશામાં ધૂત યુવકનો સ્કાયવોકની છત પર હાઈવોલ્ટેજ ડ્રામા- પોલીસે આ રીતે બચાવ્યો- જુઓ રેસ્ક્યુ ઓપરેશનનો દિલધડક વીડિયો
આ ઉપરાંત માહુલ ટર્મિનલ વિસ્તાર, ભારત પેટ્રોલિયમ(BP), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) BDU પ્લોટ વિસ્તાર, સ્પેશિયલ ઓઈલ રિફાઈનરી વિસ્તારના 15 થી 50 એકર વિસ્તારમાં રોકેટ કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ(Ban) લાદવામાં આવ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ 14 નવેમ્બર 2022 સુધી અમલમાં રહેશે.
મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર સંજય લાટકર(DCP Sanjay Latkar) દ્વારા જાહેર કરાયેલા આદેશમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, મુંબઈની શેરીઓ અને મુંબઈના ઉપનગરોમાં પોલીસ દ્વારા પરવાનગી વિના ફટાકડાનું વેચાણ, પ્રદર્શન અને પરિવહન પર પ્રતિબંધ છે. આ આદેશનો ભંગ કરનાર અને પરવાનગી વગર ફટાકડા વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: માત્ર 12 કલાકમાં ગુજરાતની બે વખત ધ્રુજી- આ બે અલગ અલગ જગ્યાએ અનુભવાયા ભૂકંપના આંચકા- લોકો દોડ્યા ઘરની બહાર