મુંબઈ પોલીસ થઇ કડક- પરવાનગી વિના ફટાકડાના વેચાણ પર આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai

દિવાળી(Diwali) ના અવસર પર મુંબઈમાં પોલીસ(Mumbai Police) ની પરવાનગી વિના ફટાકડા(Fire craker)ના વેચાણ પર પ્રતિબંધ(Ban) રહેશે. મુંબઈ પોલીસે આ અંગે આદેશ જારી કર્યો છે. 

દિવાળી દરમિયાન બજારોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ (sales) થાય છે. વિક્રેતાઓ દુકાનોની બહાર રસ્તાના ફૂટપાથ પર ચાદર લગાવીને ફટાકડા(Fire craker) વેચવાનું શરૂ કરે છે. પરવાનગી વગર આ રીતે ફટાકડાનું વેચાણ ગેરકાયદેસર વેચાણનો(illegal sales) મામલો છે. એટલું જ નહીં મોટી આગની દુર્ઘટના અને જાન-માલનું(life and property) મોટું નુકસાન થવાની પણ સંભાવના છે. આવા વિક્રેતાઓ પાસે આ પ્રકારની ઘટનાઓ ટાળવા માટે સુરક્ષા સજ્જતા નથી. તેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે પરવાનગી વિના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. 

આ સમાચાર પણ વાંચો: નશામાં ધૂત યુવકનો સ્કાયવોકની છત પર હાઈવોલ્ટેજ ડ્રામા- પોલીસે આ રીતે બચાવ્યો- જુઓ રેસ્ક્યુ ઓપરેશનનો દિલધડક વીડિયો 

આ ઉપરાંત માહુલ ટર્મિનલ વિસ્તાર, ભારત પેટ્રોલિયમ(BP), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) BDU પ્લોટ વિસ્તાર, સ્પેશિયલ ઓઈલ રિફાઈનરી વિસ્તારના 15 થી 50 એકર વિસ્તારમાં રોકેટ કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ(Ban) લાદવામાં આવ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ 14 નવેમ્બર 2022 સુધી અમલમાં રહેશે. 

મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર સંજય લાટકર(DCP Sanjay Latkar) દ્વારા જાહેર કરાયેલા આદેશમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, મુંબઈની શેરીઓ અને મુંબઈના ઉપનગરોમાં પોલીસ દ્વારા પરવાનગી વિના ફટાકડાનું વેચાણ, પ્રદર્શન અને પરિવહન પર પ્રતિબંધ છે. આ આદેશનો ભંગ કરનાર અને પરવાનગી વગર ફટાકડા વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  

આ સમાચાર પણ વાંચો: માત્ર 12 કલાકમાં ગુજરાતની બે વખત ધ્રુજી- આ બે અલગ અલગ જગ્યાએ અનુભવાયા ભૂકંપના આંચકા- લોકો દોડ્યા ઘરની બહાર 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!