ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
અમેરિકા જેવા વિકસિત દેશમાં બે શહેરો વચ્ચે ફ્લાઇટ સેવા ધમધમતી રહે છે. નાનાં શહેરો વચ્ચે ટ્રાફિક એટલો બધો વધી ગયો છે કે એકથી વધુ વિમાની કંપનીઓ પોતાની ફ્લાઇટ ઉડાવે છે. કંઈક આવું જ ચિત્ર હવે ભારત દેશમાં પણ રજૂ થવા માંડ્યું છે. મુંબઈથી સિંધુદુર્ગ વચ્ચે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. હજી સુધી ઍરપૉર્ટ પૂરી રીતે કાર્યરત થયું નથી, પરંતુ ઍર ઇન્ડિયાએ મુંબઈ અને સિંધુ દુર્ગ વચ્ચે આગામી વર્ષે ગણેશોત્સવ માટે ફ્લાઇટ સેવા ડિક્લેર કરી દીધી છે અને એ માટે બુકિંગ આપવા માંડ્યું છે. આ માટે વિમાન ટિકિટની કિંમત 1800 રૂપિયાથી ૨૫૦૦ રૂપિયાની આસપાસ છે. જોવાની વાત એ છે કે અત્યારથી લોકોએ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.
શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?