News Continuous Bureau | Mumbai
Mumbai Sion Station Accident: મુંબઈના મધ્ય રેલવેના સાયન રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ નજીવી બાબતે પોતાનો જીવ ગુમાવ્યો છે. વીડિયો જોઈને તમારો પણ આત્મા કંપી જશે. જણાવવામાં આવી રહ્યું છે કે, દંપતી અને એક વ્યક્તિ વચ્ચે નાની વાત પર ઝઘડો થયો હતો. ત્યારબાદ, ધક્કો વાગતા વ્યક્તિ પાટા પર પડી ગયો અને ત્યારે જ ટ્રેન આવી, અને યુવકનું કચડાઈ જતા મોત નિપજ્યું. આ મામલે રેલવે પોલીસે આ દંપતીની ધરપકડ કરી છે.
જુઓ વીડિયો
धक्का लागल्याने दाम्पत्याची मारहाण, लोकलच्या धडकेत तरुणाचा मृत्यू, मुंबईतील सायन रेल्वे स्थानकावरील अंगावर शहारे आणणारे CCTV फूटेज #Mumbai #Sion #CCTV #Accident #Crime
(ही दृश्ये तुम्हाला विचलित करु शकतात) pic.twitter.com/CUn0XBuYMJ— Anish Bendre (@BendreAnish) August 18, 2023
મહિલાએ સ્ટેશન પર પુરુષને માર માર્યો
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 13 ઓગસ્ટે બની હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જ એક સ્ત્રી પુરુષને જોરથી થપ્પડ મારે છે. બાદમાં પતિ પણ થપ્પડ લગાવે છે, થપ્પડને કારણે વ્યક્તિએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર પડી ગયો. દુર્ભાગ્યવશ, તે જ સમયે એક ટ્રેન પાટા પર આવી. તે વ્યક્તિએ કોઈક રીતે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેટફોર્મ પર ચઢવાનો પ્રયત્ન કર્યો. દરમિયાન સ્ટેશન પર હાજર લોકોએ ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં વ્યક્તિનું મોત થયું હતું.
આ સમાચાર પણ વાંચો : Whatsapp Feature : અરે વાહ! હવેથી વોટ્સએપ પરથી HD ફોટો પણ કરી શકશો સેન્ડ, ખુદ માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત.. જાણો કેવી રીતે..
વ્યક્તિનું મોત, દંપતીની ધરપકડ
આ ઘટના બાદ પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છે. તેની ગુનેગાર હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.