ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
મુંબઈના તમામ લોકલ રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા મોજુદ છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનની બહાર પણ સીસીટીવી કેમેરા જોવા મળે છે. પરંતુ લોકલ ટ્રેનની અંદર કે પછી રેલવે ટ્રેક પર સીસીટીવી કેમેરા નથી.આ કારણથી લોકલ ટ્રેનના પાટા પર થનાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબુ મેળવી શકાયો નથી.
ખાસ કરીને ફટકા ગેંગ જે થાંભલા પર લટકી જાય છે અને લોકોને ડંડા મારીને મોબાઈલ છીનવી લે છે તેઓને પણ મન ફાવતું મેદાન મળી ગયું છે. ટ્રેનના ગાર્ડ એટલે કે ટ્રેન ચલાવનાર વ્યક્તિઓ પણ ચાલુ ટ્રેને શું કરે છે તે સંદર્ભે પ્રશાસન અજાણ હોય છે.
આ તમામ સમસ્યાઓનો અંત લાવવા હવે રેલવે પ્રશાસન લોકલ ટ્રેનના ટ્રેક પર કૅમેરા મુકશે. આ માટે રેલવે પ્રશાસન ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કરશે. મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવે તમામ ટ્રેનના ડબ્બા ની અંદર પણ કેમેરા મૂકવા જઇ રહી છે.
જો આવુ થશે તો લોકલ ટ્રેનમાં થતી દાદાગીરી પૂરી રીતે બંધ થઈ જશે.