News Continuous Bureau | Mumbai
Mumbai Sports Ground :
* મુંબઇનાં સૌ પ્રથમ સ્વદેશી રમતો માટેના મેદાન
* પુણ્યશ્લોક અહલ્યાબાઇ હોળકર ક્રીડાંગણનો શિલાન્યાસ:
* કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી ગોવંડી આઈટીઆઈનું જામસાહેબ મુકાદમના નામે નામકરણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં માનનીય. શ્રીમાન. સુરેશ (ભૈયાજી) જોશી અને મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુંબઈનાં સૌ પ્રથમ ભારતીય પરંપરાગત રમતો માટેનાં એક અલગ મેદાનનો શિલાન્યાસ કર્યો હતો. માન. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજીના માર્ગદર્શન હેઠળ આ પહેલનો અમલ કરવામાં આવ્યો હતો.. કુર્લા ITI ખાતે તૈયાર થનારા આ મેદાનને ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોળકર ક્રીડાંગણ’ નામ આપવામાં આવ્યું. આ સાથે, સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોવંડીનું નામ બદલીને ‘જામાસાહેબ મુકાદમ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કરવામાં આવ્યું છે.
कुर्ला येथील शासकीय औद्योगिक प्रशिक्षण संस्था, गोवंडी, जि मुंबई उपनगर या संस्थेचे नामकरण ‘जामसाहेब मुकादम शासकीय औद्योगिक प्रशिक्षण संस्था, गोवंडी’ असे करण्यात आले. तसेच केवळ देशी खेळांसाठी कुर्ला #ITI येथील मैदान उपलब्ध करून देण्यात आले असून, आज या मैदानाचे नामकरण ‘पुण्यश्लोक… pic.twitter.com/Qw1eBt2bMo
— Mangal Prabhat Lodha (@MPLodha) March 5, 2025
આ પ્રસંગે બોલતા, સુરેશ (ભૈયાજી) જોશીએ કહ્યું હતું કે “આ સ્થળે ઘણી ઉર્જા છે કારણ કે આ પ્રાંગણ ચાર મહાન હસ્તીઓ – સ્વામી વિવેકાનંદ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર, મહારાણા પ્રતાપ અને જામસાહેબના નામોથી શોભે છે. નવી પેઢીને અહીંથી ચોક્કસપણે અનંત પ્રેરણા મળશે. હું કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાને આપણા વારસાને જાળવવા માટે કરવામાં આવેલી આ પહેલ બદલ અભિનંદન આપું છું.” “સમાજ માટે નિઃસ્વાર્થપણે કામ કરનારા જામસાહેબ મુકાદમ આપણા બધા માટે પ્રેરણાસ્ત્રોત છે.” કાયદાકીય વ્યવસાયમાં ટોચ પર હોવા છતાં, તેમણે ૫૦ વર્ષની ઉંમરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને સામાજિક કાર્ય શરૂ કર્યું હતું. તેઓ નિવૃત્તિ લઇને ભૌતિક સુખોનો આનંદ માણી શક્યા હોત. પરંતુ તેમણે સમાજમાં યોગદાન આપવા માટે તે બધું જતું કર્યુ હતું.
આ સમાચાર પણ વાંચો: Kandivali Mobile Bathroom:ઉત્તર મુંબઈના કાંદિવલીમાં ભારતના સૌ પ્રથમ મહિલા મોબાઇલ બાથરૂમની સુવિધા શરૂ, કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા એ કર્યું ઉદ્ઘાટન
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે “ભૈયાજી જોશીની હાજરીમાં આજે ગોવંડી આઈટીઆઈનું નામ જામસાહેબ મુકાદમના નામ પર રાખવામાં આવ્યું છે તે ખૂબ જ નોંધપાત્ર બાબત છે. આ મેદાન પર, કબડ્ડી, ખો-ખો, લંગડી, મલખંભ, કુસ્તી, લગોરી, લેઝીમ, દંડ બેઠક, દોરડા કૂદવા, પવનખીંડ દોડ, ટગ ઓફ વોર, ફુગ્ગા, હાઈ જમ્પ, પકડા-પકડી, જેવી પરંપરાગત ભારતીય રમતોને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્થાનિક રમતવીરો તેમજ યુવા પેઢીને આ રમતો માટે ગુણવત્તાયુક્ત સુવિધાઓ અને નિયમિત પ્રેક્ટિસની તકો મળશે. આ પહેલ ભારતીય પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીમાં આ રમતોનું મહત્વ સમજાવવામાં મહત્વપૂર્ણ રહેશે. ભારતીય રમતોને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે, મંગલ પ્રભાત લોઢાએ આ પહેલનો ખ્યાલ આપ્યો હતો. અગાઉ, તેમણે ડિસેમ્બર-૨૦૨૩ માં મુંબઈના ઉપનગરોમાં ‘ક્રીડા મહાકુંભ’ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જે ભારતીય રમતો અને ખેલાડીઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડતું હતું. બે માર્ચ-૨૦૨૫ થી રાજ્યની ઔદ્યોગિક અને સરકારી સંસ્થાઓ માટે નાસિકમાં પરંપરાગત સ્વદેશી રમતોનો ‘ક્રીડા મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)