ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સમગ્ર દેશમાં કોરોનાની ગતિ અટકી રહી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અચાનક કેરળ અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસોએ ચિંતા વધારી દીધી છે. ગુરુવારે, મુંબઈની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલના 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે જ સમયે અન્ય 7 લોકો પણ વાયરસની પકડમાં આવ્યા છે.
મુંબઈના અગ્રીપાડા વિસ્તારમાં આવેલી સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલમાં અત્યાર સુધીમાં કુલ 22 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 95 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 22 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે.
આ 22 માંથી 12 વર્ષની નીચેના 4 વિદ્યાર્થીઓ સારવાર માટે નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અન્ય 18 માંથી 12 વિદ્યાર્થીઓ 12-18 વય જૂથના છે અને 6 લોકો 18 વર્ષથી ઉપરના છે અને આ તમામ 18 કોરોના દર્દીને રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બાળકો કોરોનાગ્રસ્ત હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ BMC દ્વારા સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે 23.08.2021 ના રોજ સોઉટર સ્ટ્રીટ દવાખાનામાં બે દર્દીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને 24.08.2021 ના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ બીએમસીએ સેન્ટ જોસેફ સ્કૂલમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો. જેમાં 22 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું હતું.