Site icon

Mumbai: મુંબઈના આ રેલવે લાઇનની લોકલ સેવાઓના સમયમાં થશે બદલાવ.. જાણો શું રહેશે નવું ટાઈમ ટેબલ.. વાંચો અહીં..

Mumbai: ઉપનગરીય લોકલ સેવાઓનો સમય આજથી બદલાઇ ગયો છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમયમાં થોડી મિનિટોનો ફેરફાર કરવામાં આવ્યો છે

Mumbai There will be changes in the timings of local services of this railway line of Mumbai.. Know what will be the new time table..

Mumbai There will be changes in the timings of local services of this railway line of Mumbai.. Know what will be the new time table..

News Continuous Bureau | Mumbai

Mumbai: પશ્ચિમ રેલવેની ( Western Railway ) કેટલીક ઉપનગરીય લોકલ સેવાઓનો ( suburban local services ) સમય 04 જાન્યુઆરી, 2024, આજથી બદલાઇ ગયો છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના ( Local Train ) સમયમાં થોડી મિનિટોનો ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ તરફથી જારી કરાયેલા રીલીઝ મુજબ, ટ્રેનોની વિગતો નીચે મુજબ રહેશે. 

Join Our WhatsApp Community

બદલાયેલા સમય મુજબ, હવે ટ્રેન નંબર 92042 વિરાર-ચર્ચગેટ લોકલ જે વિરારથી 08.01 કલાકે ઉપડવાની હતી તે હવે વિરારથી 07.55 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 94016 વિરાર-ચર્ચગેટ એસી લોકલ (  AC Local ) વિરારથી 07.56 કલાકે ઉપડવાની હતી, જે હવે વિરારથી 07.59 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 92027 ચર્ચગેટ-વિરાર લોકલ, જે ચર્ચગેટથી 06.40 કલાકે ઉપડવાની હતી, તે હવે ચર્ચગેટથી 06.32 કલાકે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો : Surat: સુરતમાં તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે

એ જ રીતે, ટ્રેન નંબર 92067 ચર્ચગેટ-બોરીવલી લોકલ, જે ચર્ચગેટથી 09.27 કલાકે ઉપડવાની હતી, તે હવે ચર્ચગેટથી 09.19 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 94019 ચર્ચગેટ-વિરાર એસી લોકલ જે ચર્ચગેટથી 09.19 કલાકે ઉપડતી હતી તે હવે ચર્ચગેટથી 09.23 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 94021 ચર્ચગેટ-બોરીવલી એસી લોકલ જે ચર્ચગેટથી 09.24 કલાકે ઉપડતી હતી તે હવે ચર્ચગેટથી 09.27 કલાકે ઉપડશે.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version