News Continuous Bureau | Mumbai
Mumbai: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને ધમકીભર્યો ઈમેલ ( Threatening email ) મળ્યો છે. આ ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને જાનથી મારી નાખવાની ધમકી ( Death threat ) આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Cricket Stadium) ને પણ ઉડાવી દેવાની ( Blast ) ધમકી મળી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ની મુક્તિની માંગણી કરી છે. NIAએ PM સુરક્ષા અને અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી શેર કરી છે.
ધમકીભર્યો મેલ મળ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે.ત્યારે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ઉદ્ઘાટન મેચ ગુરુવારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સાથે જ ઈમેલ કયા IP એડ્રેસ પરથી આવ્યો છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈ જેલની અંદરથી જ તેની ગેંગ ચલાવી રહ્યો છે..
મળતી માહિતી મુજબ, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ મુંબઈ પોલીસને ધમકી ભર્યા ઈમેઈલ મામલે એલર્ટ કરી છે. સાથે સાથે ગુજરાત પોલીસ સિવાય વડાપ્રધાનની સુરક્ષા સબંધિત તમામ એજન્સીઓ સાથે આ જાણકારી શેર કરવામાં આવી છે. ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે (Mumbai Police) પણ સુરક્ષા વધારી દીધી છે. ત્યારે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પાંચ ક્રિકેટ મેચ યોજાવાની છે.
આ સમાચાર પણ વાંચો : Blast In Pakistan: પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે પ્રચંડ વિસ્ફોટ ! જુઓ વિડીયો.. વાંચો સંપુર્ણ વિગતો વિગતે અહીં..
લોરેન્સ બિશ્નોઈ વર્ષ 2013 થી જેલમાં બંધ છે. તે જેલની અંદરથી જ તેની ગેંગ ચલાવી રહ્યો છે. તેની પર પંજાબી ગાયક કલાકાર સિદ્દુ મૂસેવાલની હત્યા સહિત અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. આ પહેલા તેણે બોલિવુડ કલાકાર સલમાન ખાનને જેલમાંથી છોડવાને લઈ ધમકી આપી હતી અને દાવો કર્યો હતો કે એમનો સમાજ કાળા હિરણની હત્યના ઘટનાને લઈ સલમાન ખાનથી નારાજ છે.