News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલ્વે (Western Railway) પર તમામ કાયદેસર મુસાફરોને આરામદાયક મુસાફરી અને બહેતર સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો ( local train ) , મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત મુસાફરોને ( Ticketless passengers ) રોકવા માટે વારંવાર સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ( Ticket checking drive ) ચલાવવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવેના વરિષ્ઠ વાણિજ્યિક અધિકારીઓનું સુપરવિઝનની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ (Ticket Checking) ટીમ દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર, 2023 દરમિયાન બહુવિધ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી વસૂલવામાં ( fine ) આવેલા 20.74 કરોડ સહિત રૂ. 81.18 કરોડની વસૂલાત થઈ હતી.
53,000 થી વધુ કેસ શોધીને 2.34 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો…
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, સપ્ટેમ્બર, 2023 દરમિયાન 1.64 લાખ ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને શોધીને રૂ. 9.50 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી, જેમાં અનબુક કરેલા સામાનના કિસ્સાઓ પણ સામેલ છે. વધુમાં, સપ્ટેમ્બર મહિનામાં પણ પશ્ચિમ રેલ્વેએ મુંબઈ ઉપનગરીય વિભાગ પર 53,000 થી વધુ કેસ શોધીને 2.34 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોદી સ્ટેડિયમને ઉડાવાની ધમકી, આટલા કરોડની ખંડણીની માંગ, સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…વાંચો વિગતે અહીં..
એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. આ ડ્રાઈવોના પરિણામે, એપ્રિલથી સપ્ટેમ્બર, 2023 દરમિયાન 38000 થી વધુ અનધિકૃત પ્રવાસીઓને દંડ ફટકારવામાં આવ્યો છે અને 126.13 લાખ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 140% વધુ છે. પશ્ચિમ રેલવેએ સામાન્ય લોકોને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે.