News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના રસ્તા ઉપર સફર કરનારાઓ માટે મોટા સમાચાર છે. આજે સવાર સવારના પીક અવર્સ દરમિયાન તેમને હાલાકી ભોગવવી પડી શકે છે. આજે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને મલબાર હિલ પર ટ્રાફિકની ગતિ ધીમી રહેવાની શક્યતા છે.
મુંબઈ ટ્રાફિક પોલીસે મુંબઈગરાઓ માટે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એડવાઈઝરી પોસ્ટ શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- દિલ્હીમાં ટપાલીઓ ફેરિયા બન્યા- સરકારી આદેશને કારણે આ વેચી રહ્યા છે
પૂર્વ-નિર્ધારિત VVIP મુલાકાતને, આજે 04 ઓગસ્ટ 2022 સવારે 09:00 AM થી 02:00 PM NCPA થી વાશી, ઈસ્ટર્ન ફ્રીવે અને બપોરે 03:00 PM થી 08:00 PM NCPA થી દિંડોશી, પશ્ચિમ આ વિસ્તારમાં એક્સપ્રેસ વે પર ટ્રાફિક ધીમો રહેવાની શક્યતા છે.
એટલે ટ્રાફિક પોલીસે નાગરિકોને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરી છે અને ખાતરી આપી કે તેમના દ્વારા રેડિયો અને ટ્વિટર પર પરિસ્થિતિ અંગે અપડેટ કરવામાં આવશે.