આજથી વગર કારણે બહાર નીકળવાવાળાઓ નું આવી બન્યું : પોલીસ સખત કાર્યવાહી માટે તૈયાર

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

સોમવાર

મુંબઈ શહેરમાં રસ્તા પરથી ટ્રાફિક ઓછો થતો નથી. આ પરિસ્થિતિમાં પોલીસ વિભાગ આજથી સખત કાર્યવાહી કરવાનું છે. જે ગાડીઓ પર સ્ટીકર નથી તે ગાડીઓ ને ઘરે પાછી મોકલવામાં આવશે. આ ઉપરાંત જે ગાડીઓ પર સ્ટીકર લાગેલા છે તેઓનું અડસટ્ટે ચેકિંગ થશે. જે ગાડીઓ ખોટા સ્ટિકર લગાવ્યા હશે તેની વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી થશે. પોલીસ વિભાગે આ કાર્યવાહીના નિર્દેશ રવિવારના દિવસે આપી દીધા હતા. આથી વગર કારણે ઘરની બહાર નીકળવા વાળાઓ સાવધાન થઈ જાય.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *