મુંબઈમાં ટ્રાફિક પોલીસ થઇ કડક, શહેરમાં માત્ર ત્રણ દિવસમાં સીટબેલ્ટ ન પહેરનાર આટલા હજાર વાહન ચાલકો સામે કરી કાર્યવાહી.. જાણો ચોંકાવનારો આંકડો 

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

સલામત મુસાફરી (Safe travel) માટે 1 નવેમ્બરથી મુંબઈવાસી(Mumbaikars)ઓ પર વધુ એક ટ્રાફિક નિયમ(Traffic rule) લાગુ કરવામાં આવ્યો છે. ફોર વ્હીલર(Car)માં મુસાફરી કરતા દરેક મુસાફર માટે સીટબેલ્ટ(Seat belt) પહેરવો ફરજીયાત કરવામાં આવ્યો છે. હાઈવે સહિત મોટા શહેરોમાં બનતા અકસ્માતો (Road Accident) ને ધ્યાનમાં રાખીને સલામતીના પગલા તરીકે, મુંબઈ (Mumbai) માં ફોર-વ્હીલરની પાછળની સીટ પર બેઠેલા તમામ મુસાફરો માટે સીટ બેલ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જોકે આ સંદર્ભે મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગે 1લીથી 14મી નવેમ્બર દરમિયાન નિયમો અંગે જાગૃતિ ફેલાવી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે (Traffic Police) નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસે મુંબઈમાં સીટબેલ્ટ (Seat belt) ન પહેરનારા 9,000 જેટલા મુસાફરો સામે કાર્યવાહી (Action) કરી છે. જેમાં 3,842 ડ્રાઇવર અને 5,168 અન્ય મુસાફરોનો સમાવેશ થાય છે. જાણીને આશ્ચર્ય થશે કે પોલીસે માત્ર  15 થી 17 નવેમ્બર એટલે કે 3 દિવસમાં ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: ડેડી ઉર્ફ ડોન અરુણ ગવળીનો ઝક્કાસ ડાન્સ, પરોલ પર બહાર આવેલો કુખ્યાત ડોન દીકરાના હલ્દી ફંકશનમાં નાચી ઉઠ્યો.. જુઓ વિડીયો

હાઈવે મંત્રાલયના આદેશમાં શું છે?

  • ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સિવાય તમામ ફોર-વ્હીલરમાં સીટબેલ્ટ ફરજિયાત છે, પાછળની સીટ પરની તમામ વ્યક્તિઓ માટે પણ સીટબેલ્ટ ફરજિયાત છે.
  • પેસેન્જર સીટ પરનું સીટ કવર સીટબેલ્ટ લગાવવામાં અથવા તેને દૂર કરવામાં અવરોધરૂપ ન હોવું જોઈએ.
  • આદેશમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીટ બેલ્ટ ન પહેરનારા વાહનોના ચાલકો અને માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ 194(b) મુજબ રૂ.1000 નો દંડ કરવામાં આવશે.
  • દિલ્હી ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટ સંબંધિત નવા નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો અને મુસાફરો સામે કાર્યવાહી શરૂ કરી છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 194 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More