News Continuous Bureau | Mumbai
Mumbai water stock : મુંબઈકરોની પાણીની કટોકટી દૂર થાય તેવી શક્યતા છે. મુંબઈને પાણી પૂરું પાડતા ડેમ વિસ્તારમાં બે દિવસમાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે. પાલિકાના ડેટા મુજબ ભારે વરસાદ ને કારણે જળાશયોમાં 20 લાખ લિટર પાણી એકઠું થયું.
water level increase in dams supplying water to #Mumbai. Today at 14.52% or 2.10 million lakh litres. #MumbaiRains મુંબઈને પાણી પુરી પાડતા તળાવોમાં ભારે વરસાદને કારણે 20 લાખ લિટર પાણી એકઠુ થયું. pic.twitter.com/VlCPkVZLDo
— news continuous (@NewsContinuous) July 8, 2024
ભાતસા ડેમ વિસ્તારમાં 237 મીમી, તાનસા ડેમ વિસ્તારમાં 120 મીમી, વિહાર ડેમ વિસ્તારમાં 26 મીમી, તુલસી ડેમ વિસ્તારમાં 32 મીમી અને મધ્ય વૈતરણા ડેમ વિસ્તારમાં 48 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિઝન દરમિયાન સૌથી વધુ એક દિવસના ઉછાળા સાથે, BMCએ પાણીના ઇમરજન્સી સ્ટોકનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Heavy rain : મેઘરાજાએ મુંબઈને ઘમરોળી કાઢ્યું, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો..
હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં 10 જુલાઈ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે