Site icon

Mumbai water stock : મુંબઈને પાણી પૂરું પાડતા સાત ડેમમાં જળસંગ્રહમાં વધારો, જુઓ આજના તાજા આંકડા..

Mumbai water stock : મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે મુંબઈને પાણી પહોંચાડતા સાતેય ડેમમાં પાણીનો સંગ્રહ વધ્યો છે. સાતેય ડેમ વિસ્તારમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ડેમમાં પાણીનો સંગ્રહ ધીમે ધીમે વધી રહ્યો છે. જેથી મુંબઈમાં પાણીની કટોકટી હવે દૂર થાય તેવી શક્યતા છે.

Mumbai water stock Water levels of 7 reservoirs supplying water to Mumbai climb to 35.11 pc

Mumbai water stock Water levels of 7 reservoirs supplying water to Mumbai climb to 35.11 pc

 News Continuous Bureau | Mumbai

 Mumbai water stock : ભારે વરસાદ ને કારણે મુંબઈકરોને મોટી રાહત મળી છે. મેના અંત સુધીમાં, મુંબઈ ડેમમાં પાણી તેના તળિયે પહોંચી ગયું હતું, તેથી કેટલાક વિસ્તારોમાં પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ, જૂન મહિનો પણ સૂકો રહ્યો હોવાથી મહાનગરપાલિકા પાણીની સમસ્યા હલ કરવા માટે વધારાના દબાણ હેઠળ હતી. હવે જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદે જોરદાર હાજરી આપી છે. છેલ્લા એક સપ્તાહમાં પડેલા ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા સરોવરના પાણીના પુરવઠામાં 1.51 લાખ મિલિયન લિટરનો વધારો થયો છે. 

Join Our WhatsApp Community

Mumbai water stock : ડેમોમાં 25 ટકા પાણીનો સંગ્રહ

મુંબઈગરાઓની તરસ છીપવતા સાત ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદે જોરદાર હાજરી આપી છે અને ડેમોમાં પાણીનો સંગ્રહ વધવા લાગ્યો છે. મુંબઈને પાણી પૂરું પાડતા સાતેય ડેમમાં પાણીનો સંગ્રહ 25 ટકા થઈ ગયો છે. મોડક સાગર ડેમમાં પાણીનો સંગ્રહ હવે 34.42 ટકા પર પહોંચી ગયો છે. તેમજ તાનસામાં 49.99 ટકા, મધ્ય વૈતરણામાં 23.89 ટકા, ભાતસામાં 26.66 ટકા, વિહારમાં 45.71 ટકા, તુલસીમાં 66.24 ટકા પાણીનો સંગ્રહ વધ્યો છે. જોકે, ડેમમાં પાણીનો સંગ્રહ સંતોષકારક રીતે નહીં વધે ત્યાં સુધી મુંબઈકરોને પાણીકાપનો સામનો કરવો પડશે.

આ સમાચાર પણ વાંચો: Train fire : મુંબઈના આ સ્ટેશન નજીક ગોરખપુર LTT એક્સપ્રેસના બ્રેક લાઇનરમાં લાગી આગ, માંડ માંડ બચ્યા મુસાફરો; જુઓ વિડીયો

Mumbai water stock : દસ ટકા પાણી કાપ 

જણાઈ દઈએ કે મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી નામના સાત ડેમમાંથી દરરોજ 3,900 મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. આ સાત ડેમની કુલ પાણી સંગ્રહ ક્ષમતા 14 લાખ 47 હજાર 363 મિલિયન લીટર છે અને હવે ડેમોમાં 3 લાખ 61 હજાર 825 મિલિયન લીટર પાણીનો સંગ્રહ છે. આ વર્ષે જૂનમાં સંતોષકારક વરસાદના અભાવે મુંબઈવાસીઓ પાણીને લઈને ચિંતિત હતા. ઉપરાંત, ડેમમાં પાણી   તળિયે પહોંચ્યું હોવાથી ઉપલબ્ધ પાણીના સંગ્રહના પુરવઠાની યોજના બનાવવા માટે મહાનગરપાલિકાએ 5 જૂનથી દસ ટકા પાણી કાપ લાગુ કર્યો છે. આ પાણી કાપ થાણે, ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નજીકના ગામોને પણ લાગુ કરવામાં આવ્યો છે, જે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સપ્લાય કરવામાં આવે છે.   

 

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Exit mobile version