હાલના તબક્કે મુંબઇ અને આજુબાજુનાં સ્થળોએ વરસાદી માહોલ મંદ થયો છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ચાર દિવસ એટલે કે 22,23,24,25-જૂન દરમિયાન મુંબઇ સહિત કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.
વિદર્ભમાં 23,24-જૂન દરમિયાન અમુક સ્થળોએ ભારે વર્ષા થવાની શક્યતા છે
મુંબઇના કોલાબામાં 20, જૂન સુધીમાં 602.0 મિલિમીટર(24.0 ઇંચ) જ્યારે સાંતાક્રૂઝમાં 895.2 મિલિમીટર( 35.80 ઇંચ) વરસાદ નોંધાયો છે.
બાપરે! મહારાષ્ટ્રના આ હિલસ્ટેશનમાં જોખમી નિપાહ વાયરસ મળી આવ્યો; જાણો વિગત