News Continuous Bureau | Mumbai
Mumbai weather : મુંબઈ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. જેને લીધે સવારના તાપમાનમાં 8.2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. એટલે ગઈ કાલે સવારથી મુંબઈગરાઓને ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે.
Mumbai weather : આ તારીખ સુધી તાપમાનનો પારો 16 ડિગ્રીની આસપાસ રહેશે
8 થી 13 ડિસેમ્બર દરમિયાન તાપમાનનો પારો 16 ડિગ્રીની આસપાસ રહેશે. પરિણામે, એક અઠવાડિયાથી ગાયબ થયેલી ઠંડી હવે પુનરાગમન કરવાની તૈયારીમાં છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં રાજ્યના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. જો કે હવામાનમાં નોંધનીય બદલાવને કારણે ગત સપ્તાહે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો.
Mumbai weather :રવિવારે લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ
સોમવારથી ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તે 15 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના સાંતાક્રુઝ કેન્દ્રમાં રવિવારે લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તાપમાન શનિવાર કરતા 3 ડિગ્રી ઓછું છે. જ્યારે કોલાબામાં લઘુત્તમ તાપમાન 20.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે-ત્રણ દિવસમાં મુંબઈનું લઘુત્તમ તાપમાન વધુ ઘટશે.
આ સમાચાર પણ વાંચો : શહેરી વિકાસ સાથે ગામડાઓના વિકાસને પણ સંતુલિત મહત્વ આપતી ગુજરાત સરકાર, સુરતના ગામમાં કરોડોના ખર્ચે આ વિકાસકાર્યોનું થયું ખાતમુહુર્ત..
Mumbai weather :આ કારણે ઠંડીનું પ્રમાણ હળવું રહેશે.
મુંબઈની સાથે રાજ્યમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. વિવિધ વિસ્તારોમાં પવનની દિશા બદલાશે. આ ઠંડકની માત્રાને અસર કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે તેથી ઠંડીનું પ્રમાણ હળવું રહેશે.