Site icon

પશ્ચિમ રેલવેએ આટલા બધા ટ્રેનના ડબ્બા મહારાષ્ટ્ર સરકારને હોસ્પિટલ તરીકે સોંપ્યા. યુનિયને કર્યો જોરદાર વિરોધ…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર.

   મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. પ્રશાસન અને વિશેષજ્ઞોના અથાગ પ્રયત્ન છતાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન જેવી સારવાર અર્થે ઉપયોગી વસ્તુઓની અછત સર્જાઇ રહી છે. આ મહામારીમાં મદદ કરવા માટે હવે રેલવે પ્રશાસને પણ પોતાનો હાથ આગળ વધાર્યો છે. વેસ્ટર્ન રેલ્વે એ મહારાષ્ટ્ર સરકારને પોતાના ટ્રેનના ડબ્બાઓને કોવિડ કેર સેન્ટર તરીકે આપ્યા છે.

  મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશન પર વેસ્ટર્ન રેલ્વે એ પોતાના વપરાશમાં ન આવતાં 21 રેલવે કોચને કોવિડ કેર કોચમાં ફેરવી દીધા છે. આ કોચમાં ગરમી અટકાવવા માટે બારીની બહાર વોટર કૂલર જેવી સગવડ પણ મુકવામાં આવી છે. આ સાથે દરેક બેડ માં ઓક્સિજન ની સુવિધા પણ આપવામાં આવી છે. જોકે ગુરુવાર સુધી દર્દીઓ માટે કોચ નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

શું મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પંપ બંધ કરાવશે? આપ્યા આ સંકેત
 

    રેલવે પ્રશાસનના આ સહકારથી રેલ્વે યુનિયન રોષે ભરાયુ છે. રેલ્વે યુનિયનના એક સદસ્ય ના જણાવ્યા પ્રમાણે,  રેલવે કર્મચારીઓમાં પણ  કોરોના ફેલાતો જાય છે. રેલ્વે હોસ્પિટલો પણ અત્યારે દર્દીઓથી ભરાઈ ગઈ છે અને રેલવેના કર્મચારીઓ ની સુવિધા માટે કોવિડ કેર કોચ મુંબઈ ખાતે તેમના ઉપયોગ માટે લેવાના હતા. 

    ઉલ્લેખનીય છે કે, રેલવે એ તેમના 892 કોચને કોવિડ  કેર સેન્ટરમાં ફેરવ્યા છે. જે હજી સુધી વપરાશમાં આવ્યા નથી.

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version