Mumbai: મુંબઈના પાલિકા હોસ્પિટલોમાં હવે લાગુ થશે ઝીરો પ્રિસ્ક્રિપ્શન યોજના.. હોસ્પિટલોમાં હવે આ મામલે મળશે રાહત…

Mumbai: તમામ મોટી હોસ્પિટલોમાં 'ઝીરો પ્રિસ્ક્રિપ્શન' લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવાવાની ધારણા છે. તેથી આવી સ્થિતિમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણયના અમલ પછી દર્દીઓને એક પણ દવા બહારથી ખરીદવી પડશે નહીં.

by Bipin Mewada
Mumbai Zero Prescription Scheme will now be implemented in municipal hospitals of Mumbai.. Hospitals will now get relief in this matter

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈના પાલિકા ( BMC ) વહીવટીતંત્રે તેની તમામ મોટી હોસ્પિટલોમાં (hospitals )  ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેથી આવી સ્થિતિમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણયના અમલ પછી દર્દીઓને એક પણ દવા બહારથી ખરીદવી પડશે નહીં. આ હેતુ માટે આવશ્યક દવાઓની વધારાની ખરીદી માટે સમીક્ષા કર્યા બાદ રૂ. 1,000 કરોડનું ભંડોળ બનાવવામાં આવ્યું છે. વહીવટી કમિશનર ઈકબાલ સિંહ ચહલે ( Iqbal Singh Chahal )  આ પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે ટેન્ડર પ્રક્રિયા અને સપ્લાયરો પાસેથી દવાઓ ન મળવા સહિતના અન્ય વિવિધ કારણોસર હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ થતી ન હતી. આવી સ્થિતિમાં, સારવાર કરતા ડૉક્ટર વારંવાર દર્દીના પરિવારને બહારથી દવા લાવવાનું કહેતા હતા. જેમાં હવે ઝીરો પ્રિસ્ક્રિપ્શન ( Zero Prescription ) લાગુ થતા, હવે દર્દીઓએ ( Patients ) કોઈપણ સંજોગોમાં હોસ્પિટલની બહાર જઈને દવાઓ ખરીદવી નહી પડે. તેથી હવે આ અંગે એડિશનલ કમિશનરે એક હજાર કરોડથી વધુની કિંમતની દવાઓ ( Medicines ) ખરીદવાની દરખાસ્ત તૈયાર કરી ગત સપ્તાહે કમિશનર ઈકબાલ સિંહ ચહલને સુપરત કરી હતી. જે કમિશ્નર દ્વારા મંજૂર પણ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં એક હજાર કરોડ રૂપિયાની વધારાની દવાઓ ખરીદવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ યોજનાનો અમલ 15મી જાન્યુઆરીથી શરૂ થશે એવી અપેક્ષાઓ છે.

મહાનગરપાલિકાની તમામ મોટી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં કુલ 7,100 બેડ છે….

એક અહેવાલ મુજબ, મુંબઈ પાલિકાની આરોગ્ય વ્યવસ્થામાં ઝીરો પ્રિસ્ક્રિપ્શન સ્કીમ લાગુ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. પાલીકાના એડિશનલ કમિશનરે આ અંગે સંબંધિત હોસ્પિટલોના ડીન અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ મોટી હોસ્પિટલોમાં દવાઓની ખરીદીની સમીક્ષા કરવામાં આવી હતી. દર્દીઓએ બહારથી કઇ દવાઓ લાવવી પડે છે તેની પણ માહિતી લેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Education Ministry: શિક્ષણ મંત્રાલયે ‘પ્રેરણા કાર્યક્રમ’ શરૂ કર્યો

એક રિપોર્ટ અનુસાર, મહાનગરપાલિકાની તમામ મોટી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં કુલ 7,100 બેડ છે. આ હોસ્પિટલોની ઓપીડીમાં દર વર્ષે 68.21 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ મુજબ મહાનગરપાલિકાની હોસ્પિટલોની ઓપીડીમાં રોજના સરેરાશ 21,300 દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેટલાક લાખ દર્દીઓને દાખલ કરવામાં આવે છે અને તેમની સારવાર પણ કરવામાં આવે છે, જ્યારે વાર્ષિક આશરે 1.5 લાખ સર્જરી કરવામાં આવે છે.

Join Our WhatsApp Community

You may also like